એપશહેર

યમુના એક્સપ્રેસ વે પર કાર અકસ્માતમાં કપલનું મોત, આવતા મહિને થવાના હતા લગ્ન

Yamuna Express Car Accident: અજાણ્યા વાહનની ટક્કરે કારમાં સવાર યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કારમાંથી મળેલા દસ્તાવેજોના આધારે પોલીસે તેમની ઓળખ વિશાલ અને તેની મંગેતર અલકા તરીકે કરી છે. બંને ઉત્તર પશ્ચિમ દિલ્હીના આરકે પુરમ સેક્ટર 8ના રહેવાસી હતા. વિશાલ અને અલ્કાના લગ્ન 18 ઓક્ટોબરે થવાના હતા.

Edited byદીપક ભાટી | Navbharat Times 10 Sep 2022, 4:14 pm
મથુરા: યમુના એક્સપ્રેસ વે પર શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે કારમાં સવાર યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કારમાંથી મળેલા દસ્તાવેજોના આધારે પોલીસે તેમની ઓળખ વિશાલ અને તેની મંગેતર અલકા તરીકે કરી છે. બંને ઉત્તર પશ્ચિમ દિલ્હીના આરકે પુરમ સેક્ટર 8ના રહેવાસી હતા. વિશાલ અને અલ્કાના લગ્ન 18 ઓક્ટોબરે થવાના હતા. બંને દિલ્હીથી આગ્રા જઈ રહ્યા હતા. પોલીસે અકસ્માત અંગે પરિવારજનોને જાણ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
I am Gujarat Couple Killed in Car Accident
વિશાલ અને અલકા દિલ્હીથી આગ્રા જઈ રહ્યા હતા


અકસ્માતની જાણ થતાં પરિવારમાં માતમ છવાયો
પોલીસે બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટના થાણા બલદેવ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના માઈલસ્ટોન 135ની છે. અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો શુક્રવારે બપોરે 12.30 વાગ્યે દિલ્હીથી આગ્રા જઈ રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કારમાં ખરાબ રીતે ફસાયેલી લાશને બહાર કાઢી હતી.

ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન
મૃતક પ્રદીપ અને અલ્કાના પરિવારજનો શનિવારે સવારે દિલ્હીથી અહીં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે બંનેની સગાઈ થઈ ગઈ છે. બંને પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. જિલ્લા હોસ્પિટલમાં પહોંચેલા પરિવારના સભ્યોના આંસુ રોકાતા ન હતા. એવું માનવામાં આવે છે કે આ અકસ્માત ઓવર સ્પીડના કારણે થયો હતો.

ગેસ કટર વડે મૃતદેહ બહાર કાઢ્યાપોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર બલદેવે જણાવ્યું કે, મૃતકોની ઓળખ ઉત્તર પશ્ચિમ દિલ્હી આરકે પુરમ સેક્ટર 8ના રહેવાસી વિશાલ (30) અને તેની મંગેતર અલકા (27)ના તરીકે થઈ છે. બંને દિલ્હીથી આગ્રા જઈ રહ્યા હતા. અજાણ્યા વાહને કારને ટક્કર મારતાં કાર બેકાબૂ થઈ જતાં અકસ્માત નડ્યો અને બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો. કારને ગેસ કટર વડે કાપીને બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો