એપશહેર

દિલ્હીમાં કોરોનાએ માથું ઉચક્યું, ફરી લોકડાઉન લાગુ કરવાની તૈયારીમાં સરકાર

I am Gujarat 17 Nov 2020, 1:05 pm
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ બેકાબૂ થઈ રહ્યા છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેને લઈને ખાસ ચિંતિત છે. આજે તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો દિલ્હી સરકાર તે માર્કેટને થોડા દિવસો માટે બંધ કરાવી શકે છે, જ્યાં નિયમોનું પાલન નથી થઈ રહ્યું અને તે કોવિડ-19ના હોટસ્પોટ બનતા જઈ રહ્યા છે. આ માટે એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે.
I am Gujarat delhi 1
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની તસવીર


દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે એમ પણ કહ્યું કે, દિલ્હીમાં જો કોરોનાના કેસ વધ્યા તો નાના સ્તર પર લોકડાઉન માટે દિલ્હી સરકારે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. સાથે જ લગ્નમાં શામેલ થનારા મહેમાનોની સંખ્યા 50 સુધી નક્કી કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે.

કેન્દ્રને મોકલાયો પ્રસ્તાવ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા જાહેરાત કરી કે તેમણે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે સ્થાનિક સ્તર પર લોકડાઉન લગાવવાની મંજૂરી આપવામાં આવે. એવા બજારોને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે જે સુપર સ્પ્રેડરનું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત લગ્નમાં પણ ફરીથી 200ની જગ્યાએ માત્ર 50 મહેમાનોની આવવાની મંજૂરી આપવા આ પ્રસ્તાવ એલજીને મોકલાયો છે.

દિલ્હીમાં કોરોનાનો આતંક
દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 4,89,202 કેસ સામે આવી ચૂક્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 40,128 છે. છેલ્લા 24 કલાકમાં અહીં 99 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે અને પાછલા 24 કલાકમાં અહીં 7713 કેસ સામે આવી ચૂક્યા છે.

ભારતની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી કુલ 88.74 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં 1.3 લાખથી વધુના મોત થયા છે. હાલની સ્થિતિમાં દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમિત રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કેરળ છે. આ રાજ્યોમાંથી જ સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો