એપશહેર

વડાપ્રધાન મોદીએ જણાવ્યું, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ શા માટે છે જરુરી

Tejas Jinger | I am Gujarat 29 Aug 2019, 11:53 am
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા કેમ્પેની શરુઆત કરીને લોકોને આ જન આંદોલન બનાવવા આગ્રહ કર્યો છે. વડાપ્રધાન મોદીએ એ પણ જણાવ્યું કે અચાનક આ અભિયાનની જરુરિયાત શા માટે પડી ગઈ. તેમણે ઉદાહરણ આપીને કહ્યું કે કઈ રીતે ધીરે-ધીરે આપણે ફિટનેસ પ્રત્યેની આળસુ થઈ રહ્યા છીએ. મોદીએ ફિટનેસ માટે ટેક્નિકનો ઉપયોગ કરનારા લોકો પર કટાક્ષ કરીને કહ્યું કે આજે આપણે ચાલીએ છીએ ઓછું અને ગણીએ છીએ વધારે.વડાપ્રધાન મોદીએ ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં અભિયાનની શરુઆત કરાવીને કહ્યું કે આજે આપણે ટેક્નિકના ભરોસે જીવવા લાગ્યા છીએ. તેમણે કહ્યું કે ફિટનેસ આપણા જીવનની રીત-ભાત અને રહેણી-કહેણીનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું, “એ પણ સાચું છે કે સમયની સાથે ફિટનેસને લઈને આપણા સમાજમાં ઉદાસીનતા છે.” તેમણે કહ્યું કે ફિટનેસને એક ઉત્સવ તરીકેના માનક તરીકે સ્થાપિત કરે છે.
ચાલીએ છીએ ઓછું અને ગણીએ છીએ વધારેપીએમ મોદી ટેક્નિક ભરોસે વિશ્વાસ રાખનારા લોકો પર કટાક્ષ કરીને કહ્યું, “ટેક્નિકે આપણી એવી હાલત કરી નાખી છે કે આપણે ચાલીએ છીએ ઓછું અને ગણીએ છીએ વધારે. ટેક્નિક આપણને ગણીને બતાવે છે કે તમે કેટલા સ્ટેપ ચાલ્યા છો. મોબાઈલ ફોન પર પગલા ગણી રહ્યા છીએ. કેટલાક લોકો ડેઈલી લાઈફમાં એટલા વ્યસ્ત છે કે ફિટનેસ પર ધ્યાન નથી આપી શકતા અને ભરપૂર ખાઈને ડાઈટિંગ પર ચર્ચા કરીએ છીએ. કેટલાક લોકો ફોનમાં ફિટનેસવાળી એપ ડાઉનલોડ કરવામાં સૌથી આગળ છે પણ તેને લાંબા સમય સુધી જોતા જ નથી.” તેમણે કહ્યું કે કેટલાક લોકો ફિટનેસ માટે ઘરમાં એક મોટું જિમ બનાવે છે પણ તેની સફાઈ માટે એક નોકર પણ રાખે છે કારણ કે તેને પોતે સાફ નથી કરી શકતા. અને પછી લોકો તેને ભૂલી પણ જાય છે.”ઉદાહરણ આપીને જણાવ્યું, કઈ રીતે બન્યા આળસુવડાપ્રધાન મોદીએ કહ્યું કે કઈ રીતે બદલાયા છીએ તેનું એક ઉદાહરણ આપુ છું. કેટલાક દાયકા પહેલા એક સામાન્ય વ્યક્તિ એક દિવસમાં 8-10 કિલોમીટર ચાલતો હતો. જીવનમાં શારીરિક ગધિવિધિ થતી રહેતી હતી. પણ ટેક્નિક બદલાઈ ગઈ છે, આધુનિક સાધન આવ્યા છે અને આપણું પગપાળા ચાલવું અને મહેનત કરવાનું ઘટી ગયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો