એપશહેર

દિલ્હીમાંથી પકડાયો ISISનો ખૂંખાર આતંકી, મોટા હુમલાનો હતો પ્લાન

I am Gujarat 22 Aug 2020, 10:50 am
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS સાથે જોડાયેલા ખૂંખાર આતંકીની ધરપકડ કરી છે. દિલ્હીના ધૌલા કુઆ રિજ રોડ પાસે એન્કાઉન્ટર બાદ પોલીસે અબુ યૂસુફ નામના આતંકીની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આતંકી પાસેથી IED સહિત ઘણા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
I am Gujarat delgi


જાણકારી મુજબ, ISISના આતંકીઓએ દિલ્હીમાં લોન વુલ્ફ અટેકનો પ્લાન બનાવ્યો હતો. તેમના નિશાના પર દિલ્હીની કોઈ મોટી વ્યક્તિ હતી. તેઓ દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના સાથે આવ્યા હતા. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસને જાણકારી મળી હતી કે કેટલાક લોકો આ આતંકીને મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા હતા. પોલીસ તેમને શોધવા માટે સતત છાપો મારી રહી છે.


મોડી રાત્રે પોલીસે શરૂ કર્યું હતું ઓપરેશન
ઉત્તર પ્રદેશના બલરામપુરના રહેનારા અબુ યુસુફનો વધુ એક સાથી તેની યોજનામાં સામેલ હતો. પરંતુ હાલમાં તે ફરાર છે. દિલ્હી પોલીસ ફરાર આતંકીને શોધવામાં લાગી છે. જણાવી દઈએ કે પોલીસની જાણકારી મળી હતી કે ધૌલા કુઆં વિસ્તારમાં આતંકી છુપાયેલા છે. જે બાદ મોડી રાત્રે પોલીસે વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું.

વિસ્તારમાં સુરક્ષાબળ તહેનાતદિલ્હીના ધૌળા કુઆં સ્થિત રિજ રોડ વિસ્તારમાં બુદ્ધ જયંતી પાર્ક પાસે મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તહેનાત કરી દેવાયા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, બંને તરફથી ફાયરિંગ બાદ તેની ધરપકડ કરાઈ છે. તે સમયે તે માત્ર એકલો જ હતો અને તેણે દિલ્હીમાં હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. તેની પાસેથી પિસ્તોલ અને બે IED જપ્ત કરાયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો