એપશહેર

દિલ્હીઃ સ્કૂલમાં નાનકડા સરદારે કર્યો ગજબનો ડાન્સ, મેલાનિયા થયાં ફિદા

Hitesh Mori | TNN 25 Feb 2020, 9:58 pm
દિલ્હીઃ અમેરિકાના ફર્સ્ટ લેડી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ મંગળવારે દિલ્હીની એક સરકારી સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કે.જી. ક્લાસના બાળકો સાથે મુલાકાત કરી હતી. આ વચ્ચે મેલિયાનિયાના સ્વાગતમાં બાળકોએ ડાન્સ પણ કર્યો. એક નાનકડા સરદારજીએ સ્કૂલમાં એવો ડાન્સ કર્યો કે મેલાનિયા તેના પર ફિદા થઈ ગયાં અને તે બાળકને મળવા માટે પહોંચ્યા હતા. સ્કૂલમાં બાળકોએ મેલાનિયાને પ્રશ્નો પણ પુછ્યા. બાળકે પુછ્યું- અમેરિકા કેટલું મોટું છે? શું તે ખુબ દૂર છે?હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોમેલાનિયા ટ્રમ્પ મંગળવારે દક્ષિણ દિલ્હીમાં સર્વોદય સહ-શિક્ષા ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયમાં પહોંચીને બાળકો સાથે એક કલાકથી વધારે સમય પસાર કર્યો. આ દરમિયાન તેમણે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. કે.જી.ના વિદ્યાર્થીઓના ક્લાસમાં બાળકો સાથે તેઓ બેઠા. તે સમયે ક્લાસમાં ક્લે મોડલ બનાવી રહ્યા હતા. જ્યારે શિક્ષકે વિદ્યાર્થીને પુછ્યું કે શું તેઓ મેલાનિયાને કોઈ પ્રશ્ન પુછવા માંગે છે તો એક ઉત્સાહિ વિદ્યાર્થીએ પુછ્યું કે, ‘અમેરિકા કેટલું મોટું છે?’
અન્ય એક વિદ્યાર્થિનીએ પુછ્યું, ‘શું અમેરિકા ખૂબ દૂર છે?’ નાનકડા બાળકોના આ સવાલો પર અમેરિકાના પ્રથમ મહિલા મેલેનિયા હસતી જોવા મળી. તેમણે પણ બાળકોને કેટલાક સવાલો કર્યા હતા. અન્ય એક વિદ્યાર્થિનીએ પુછ્યું કે ‘પ્રથમ મહિલા તરીકે તમે શું કરો છો?’ આ સાથે મેલાનિયાએ ચોથા ધોરણના બાળકો સાથે તેમના ‘હેપ્પીનેસ ક્લાસ’ દરમિયાન ધ્યાન પણ કર્યું. ધ્યાન ધર્યા બાદ તેમણે કહ્યું કે,’મને ખુબ સારું લાગી રહ્યું છે.’ આમ આદમી પાર્ટીએ 2018માં ‘હેપ્પીનેસ ક્લાસ’ની શરૂઆત કરી હતી.નાનકડા સરદારજીના ડાન્સે મેલાનિયાનું ધ્યાન ખેચ્યુંમેલાનિયા ટ્રમ્પના સ્વાગત માટે સ્કૂલમાં ભાંગડા, રાજસ્થાની લોકનૃત્ય સહિત અન્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક નાનકડા સરદારજીએ એવો ભાંગડા ડાન્સ કર્યો કે ખુદ મેલાનિયા ટ્રમ્પ તેનાથી પ્રભાવિત થયા અને તેની સાથે હાથ મિલાવી તેના વખાણ કર્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો