એપશહેર

દેશભરમાં આજે ડૉક્ટરોની હડતાળ, 5 લાખ ડૉક્ટરો હડતાળમાં જોડાયા

Tejas Jinger | I am Gujarat 17 Jun 2019, 10:30 am
નવી દિલ્હીઃ દેશભરમાં આજે ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડી શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડૉક્ટરો આજે હડતાળમાં જોડાવાના છે. આ હડતાળમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોના ડૉક્ટરો હડતાળમાં જોડાયા છે. દિલ્હી મેડિકલ એસોસિએશનના 18,000 ડૉક્ટર્સ આ હડતાળમાં જોડાયા છે. હડતાળના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. હડતાળના કારણે આજે નવા દર્દીઓનો ઈલાજ કરવામાં નહીં આવે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર્સ પર થયેલી હિંસાના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. સરકારી સિવાય પ્રાઈવેટ હોસ્પિટલોની સેવાને પણ અસર થઈ શકે છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો એમ્સના ડૉક્ટર્સ પણ હડતાળમાં જોડાયા પહેલા એવી ખબર હતી કે, આજની હડતાળમાં એમ્સના ડૉક્ટર્સ નહીં જોડાય પણ રવિવારે લગભગ રાત્રે 1 વાગ્યે બોલાવાયેલી બેઠકમાં આજે થનારી હડતાળમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હિંસા રોકવા કેન્દ્રીય કાયદાની માંગ ડૉક્ટરોની માંગ છે કે, મેડિકલ પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકો પર હિંસાના કિસ્સા રોકવા માટે કેન્દ્ર સરકારે કાયદો બનાવવાની જરુર છે. હોસ્પિટલોને સુરક્ષિત જાહેર કરવી જોઈએ અને સરકારે તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પણ લેવી જોઈએ. બંગાળમાં મંગળવારથી ડૉક્ટરો હડતાળ પર ભલે દેશભરમાં સોમવારે ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હોય પણ પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટના બન્યા પછી મંગળવારથી રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. કોલકાતા એનઆરએસ મેડિકલ કૉલેજમાં 75 વર્ષના વિદ્ધનું ઈલાજ દરમિયાન મૃત્યુ થયા પછી તેમના પરિવારજનોએ હોબાળો કર્યો હતો અને ડૉક્ટરો પર હુમલો કર્યો હતો. આઈએમએના અધિકારીઓએ જણાવ્યું કે, “સોમવારે તમામ ડૉક્ટરો શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીને આઈએમએ હેડક્વાર્ટર પર ઉપસ્થિત રહેશે.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો