એપશહેર

કોરોના: જીવના જોખમે દર્દીઓની સારવાર કરતાં ડોક્ટર્સને ચેપથી બચાવવા ઈક્વિપમેન્ટ્સની તંગી

નવરંગ સેન | TNN 30 Mar 2020, 2:10 pm
રેમા નાગરાજન: સમગ્ર દેશ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે, અને આ જંગનો મોરચો ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સંભાળી રહ્યા છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, પોતાના જીવ જોખમમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવાર કરનારા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પાસે ચેપથી બચાવી શકે તેવા મહત્વના સાધનોની તંગી છે. દેશની જે હોસ્પિટલોમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE)ની તંગી છે તેમને કહેવાયું છે કે તેમને સપ્લાય પહોંચતા સુધીમાં 25-30 દિવસનો સમય લાગી શકે છે.PPE બનાવવા માટે જે કાચા માલની જરુર પડે છે તેનો સપ્લાય ઓછો હોવાના કારણે તેને બનાવવામાં વધારે સમય લાગી રહ્યો છે. હોસ્પિટલોને PPE પહોંચાડવાનું કામ કરતી સરકારી કંપની HLL લાઈફકેરનું કહેવું છે કે, લોકડાઉનને કારણે તેના મેન્યુફેક્ચરિંગમાં પણ સમસ્યા આવી રહી છે. જેથી જે હોસ્પિટલોમાં તેની તંગી છે તેને નવો માલ મળતા 25-30 દિવસનો સમય લાગી શકે છે.ઘણી જગ્યાએ ડોક્ટર્સ, નર્સ અને બીજો મેડિકલ સ્ટાફ PPE ના હોવાના કારણે જીવના જોખમે ફરજ બજાવી રહ્યો છે. કોરોનાના ચેપથી બચવા હાથમોજા, ચેપથી બચાવનારો સ્યૂટ તેમજ અન્ય સાધનો ના હોવાના કારણે કેટલીક હોસ્પિટલોમાં તો વિરોધ પણ શરુ થયો છે. HLLના સૂત્રોનું માનીએ તો, PPE કિટના અલગ-અલગ સાધનો અલગ-અલગ મેન્ચુફેક્ચરર્સ બનાવે છે. જોકે, મોટાભાગના મેન્ચુફેક્ચરર્સ નાના કે મીડિયમ કદના એકમો હોય છે, અને લોકડાઉનને કારણે તેમને અનેક હાલાકી પડી રહી છે.સૂત્રોનું માનીએ તો, 80 હજાર PPE કિટ્સ અત્યારસુધી ડિસ્પેચ કરી દેવાઈ છે. કાપડ મંત્રાલયનો દાવો છે કે 10 લાખ માસ્ક પણ સપ્લાય કરી દેવાયા છે. સરકારે 11 જેટલી કંપનીઓને પણ PPEનું ઉત્પાદન કરવામાં જોતરી છે. જેમાં સ્યૂટથી લઈને માસ્ક, N95 માસ્કનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં વધુ મેન્ચુફેક્ચરર્સનો પણ તેમાં સમાવેશ કરાશે. તૈયાર માલ ઝડપથી હોસ્પિટલો સુધી પહોંચે તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. હાલ રોજની 5000 PPE કિટ્સનું ઉત્પાદન કરાઈ હ્યું છે, જેને વધારી 30 માર્ચ સુધીમાં 8,000 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.દેશમાં 10 લાખ PPE સ્યૂટ્સની જરુર છે. જો રોજના 8000 સ્યૂટ્સનું પણ ઉત્પાદન કરાય તો પણ આ ટાર્ગેટ હાંસલ કરવામાં ચાર મહિના નીકળી જાય. જોકે, મોટો સવાલ એ છે કે આ 10 લાખ સ્યૂટ પણ પૂરતા હશે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. દેશમાં 250 મેડિકલ કોલેજો આવેલી છે. જેમાંથી થોડી જ કોલેજોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરાઈ રહી છે.જો સ્થિતિ વકરે અને આ 250 મેડિકલ કોલેજોમાં 50 ડોક્ટરો માટે પણ રોજ PPE સ્યૂટ્સની જરુર પડે તો રોજના 12,500 સ્યૂટ્સનો જથ્થો તૈયાર રાખવો પડે. જો ડોક્ટર્સ ડબલ શિફ્ટમાં કામ કરે તો એક ડોક્ટરને રોજના બે સ્યૂટ્સ જોઈએ અને આ ગણતરીએ દેશમાં દર અઠવાડિયે 1.75 લાખ સ્યૂટ્સની જરુર પડે. એવી પણ અનેક હોસ્પિટલ છે કે જે મેડિકલ કોલેજ સાથે અટેચ્ડ નથી. આવી હોસ્પિટલના સ્ટાફને પણ કોરોનાના દર્દીની સારવાર કરવા માટે માત્ર PPE કિટ જ નહીં, પરંતુ લાખો માસ્કની પણ જરુર પડશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો