એપશહેર

ચાંદ ન દેખાયો, હવે ગુરુવારે ઈદ ઉજવાશે

I am Gujarat 5 Jul 2016, 9:08 pm
નવી દિલ્હી: પવિત્ર રમજાન માસ પૂરો થવા તરફ છે. મંગળવારે ચાંદ ન દેખાવાને કારણે હવે ઈદ ગુરુવારે ઉજવાશે. દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ ગુરુવારે ઈદ ઉજવવાની જાહેરાત કરી છે. ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ જનાબ મુફ્તિ શબ્બીર અહેમદ સિદ્દીકીએ પણ 7મી જુલાઈને ગુરુવારે ઈદ ઉજવવાની જાહેરાત કરી છે. લખનૌ ચાંદ કમિટીએ પણ મંગળવારે ચાંદ ન દેખાવાને કારણે ગુરુવારે ઈદ ઉજવવાની જાહેરાત કરી છે. શાંતિ અને ભાઈચારાના આ તહેવારને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે ગુરુવારે સરકારી કાર્યાલયોમાં રજાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્યોમાં સંબંધિત રાજ્ય સરકાર રજાનો નિર્ણય કરશે.
I am Gujarat eid holiday for central govt offices in delhi on thursday
ચાંદ ન દેખાયો, હવે ગુરુવારે ઈદ ઉજવાશે


ઉલ્લેખનીય છે કે, મંગળવારે ચાંદ દેખાવવાની શક્યતા હતી, એટલે માનવામાં આવી રહ્યું હતું કે, ઈદ બુધવારે ઉજવાઈ શકે છે, પરંતુ ચાંદ ન દેખાતા હવે ગુરુવારે ઈદ ઉજવાશે.

@ANINewsUP mubarak ho— ali haider (@ahaider7557) July 5, 2016

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો