એપશહેર

ક્રિકેટ કૌભાંડમાં ફારુક અબ્દુલા પર EDની મોટી કાર્યવાહી, 12 કરોડની સંપતિ જપ્ત

I am Gujarat 19 Dec 2020, 8:32 pm
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલા વિરુદ્ધ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. EDએ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન કૌભાંડ કેસમાં મની લોન્ડ્રીંગ મામલા અંતર્ગત ફારૂક અબ્દુલા અને અન્યની 11.86 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી લીધી છે.
I am Gujarat faroo1


જાણકારી મુજબ, ઈડીએ ફારૂક અબ્દુલાની જે સંપતિઓ જપ્ત કરી છે, તેમાં ત્રણ ઘર પણ સામેલ છે. તેમાંથી એક ઘર ગુપકાર રોડ, બીજું તહસીલ કટિપોરા, તન્મર્ગ અને ત્રીજું ભટંડી જમ્મુમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.

જપ્ત સંપતિઓની બજાક કિંમત લગભગ 70 કરોડ રૂપિયા
ઈડીના ફારૂક અબ્દુલા અને અન્યની 11.86 કરોડ રૂપિયા સંપતિ જપ્ત કરવાની કાર્યવાહી જમ્મુ-કાશ્મીર ક્રિકેટ સંઘમાં કથિત નાણાંકીય અનિયમિતતાઓ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંની તપાસનો ભાગ હોવાનું જણાવાયું છે. તેમણે કહ્યું કે, જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં બે અચલ સંપતિઓ આવાસીય છે, એક વ્યવસાયિક સંપતિ છે. જ્યારે ત્રણ અન્ય જમીનને પણ ટાંચમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સંપતિઓની જપ્ત કિંમત 11.86 કરોડ રૂપિયા છે, પરંતુ માર્કેટમાં તેની બજાર કિંમત લગભગ 60-70 કરોડ રૂપિયા છે.

ફારૂક અબ્દુલાની ઘણીવાર થઈ પૂછપરછ
જણાવી દઈએ કે 83 વર્ષના નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલાની આ મામલામાં ઈડીએ ઘણીવાર પૂછપરછ કરી. ઈડીએ આખરે ઓક્ટોરમાં શ્રીનગરમાં પૂછપરછ કરી હતી.

નેશનલ કોન્ફરન્સે કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી બતાવીબીજી તરફ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને નેશનલ કોન્ફરન્સે રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલી કાર્યવાહી બતાવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો