એપશહેર

એક્ઝિટ પોલમાં સ્પષ્ટ દેખાતી હાર બાદ પણ કેમ ભાજપ આટલો ખુશ છે?

Mitesh Purohit | I am Gujarat 10 Feb 2020, 11:32 am
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને શનિવારે સાંજે એક્ઝિટ પોલમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળવા છતા દિલ્હી ભાજપના નેતાઓ સરકાર બનાવવાના પોતાના નિવેદન પર મક્કમ દેખાય છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આપ 30-32 કરતા વધારે બેઠકો નહીં જીતી શકે. જ્યારે ભાજપ 36-38 બેઠકો સાથે જીતીને સરકાર બનાવશે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસને 1-2 બેઠક જ મળશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ તેને સંપૂર્ણ રીતે નકારી કાઢવા માટે ભાજપના નેતાઓ આપી રહ્યા છે અનેક તર્ક વિતર્ક, સૌથી મોટો તર્ક પોલ કંડક્ટ કરવાના ટાઇમિંગ અને તેની સેમ્પલ સાઈઝને લઈને આપવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે તેમાં ત્રણ મહત્વપૂર્ણ ફેક્ટર સામેલ જ કરવામાં નહોતા આવ્યા. જેમાં તે કે મતદાનના છેલ્લા 2 કલાકમાં 17 ટકા મતદાન થયું છે. જેને નજરઅંદાજ કરી શકાય નહીં. EVMમાં ખરાબીને લઈને આપ દ્વારા અત્યારથી જ અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્રીજુ ફેક્ટર એક્ઝિટ પોલના પરિણામ પોતે જ છે. કેટલાક લોકોને એક્ઝિટ પોલ ઉપરાંત બીજુ કંઈપણ થઈ શકે છે તેવી આશંકા છે?ભાજપને લહેર હતીઃ મનોજ તિવારીજ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનું કહેવું છે કે શનિવારે તેઓ જેટલા પણ બૂથ પર ગયા બધે જ ભાજપની લહેર હતી. પોલિંગ બૂથો પર 50 ટકાથી વધારે લોકોએ ભાજપના ટેબલ પર જઈને વોટિંગ માટે સ્લિપ લીધી છે. અમને આશા છે કે આ બધા એ ભાજપને જ મત આપ્યો હશે. જ્યારે કેટલાક બૂથ પર તો આપનું ટેબલ સંભાળવા માટે કાર્યકર્તાઓની પણ ખોટ હતી. તેનાથી જ અંદાજો લગાવી શકાય છે કે આપની સ્થિતિ શું થશે. ભાજપ દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જબરજસ્ત પ્રદર્શન કરશે.આ દરમિયાન વોટિંગ બાદ શનિવારે સાંજે પ્રદેશ ભાજપના કાર્યાલય પર બેઠક યોજાઈ હતી. જેમાં વરિષ્ઠ નેતાઓએ એક્ઝિટ પોલની સમીક્ષા કરી હતી. નેતાઓનું માનવું છે કે ભાજપને 45 જેટલી બેઠકો પર જીત મળશે. જેમાંથી કેટલી બેઠકો ખૂબ જ ઓછા માર્જિનથી ભાજપ જીતશે. મનોજ તિવારીએ દાવો કર્યો કે 11 તારીખે જ્યારે પરિણામ સામે આવશે ત્યારે સાબિત થઈ જશે કે અમારું આકલન સાચું હતું.Video: NPR મામલે ઓવેસીનું વિવાદિત નિવેદન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો