એપશહેર

વેપારી પતિને વશમાં રાખવા મહિલાએ પૂર્વ પ્રેમી અને જ્યોતિષની લીધી મદદ, રોકડ અને દાગીના સહિત 59 લાખ રૂપિયા ગુમાવ્યા

મુંબઈના પવઈમાં રહેતી મહિલાને વેપારી પતિને વશમાં રાખવા માટે પૂર્વ પ્રેમી અને જ્યોતિષની મદદ લેવી મોંઘી પડી હતી. બંનેએ રોકડ અને સોનાના દાગીના સહિત 59 લાખ રૂપિયા મહિલા પાસેથી પડાવ્યા હતા અને ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ પતિને થતાં તેણે બંને શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

Authored byNarayan Namboodiri | Edited byમિત્તલ ઘડિયા | TNN 14 Nov 2022, 11:12 am

હાઈલાઈટ્સ:

  • પતિને વશમાં રાખવા માટે કાળી જાદૂ કરાવવો મહિલાને 59 લાખ રૂપિયામાં પડ્યો
  • કર્મચારીઓને પગાર અને બોનસ આપવા માટે વેપારીએ પૈસા બચાવીને રાખ્યા હતા
  • સોશિયલ મીડિયા પરની જાહેરાત દ્વારા જ્યોતિષના સંપર્કમાં આવી હતી મહિલા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat powai police
પતિને વશમાં કરવા પૂર્વ પ્રેમી અને જ્યોતિષની મદદ લેનારી મહિલાએ 59 લાખ રૂપિયા ગુમાવ્યા (પ્રતિકાત્મક તસવીર)
મુંબઈઃ અંધવિશ્વાસથી ભણેલા-ગણેલા લોકો પણ બાકાત નથી. હાલમાં શહેરના પવઈ વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોતાના વેપારી પતિને વશમાં કરવા માટે મહિલાએ જ્યોતિષ અને પૂર્વ પ્રેમીનો આશરો લીધો હતો. બંનેએ તકનો ગેરલાભ ઉઠાવી 35 લાખની રોકડ અને 24 લાખની કિંમતના સોનાના દાગીના સહિત 59 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ વાતની જાણ જ્યારે પતિને થઈ તો તે તરત જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં તેણે બાદલ શર્મા તેમજ પરેશ ગડા નામના બે શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પવઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, આ એ પૈસા હતા જે વેપારીએ તેના સ્ટાફને દિવાળી બોનસ તરીકે આપવા માટે બચાવીને રાખ્યા હતા.
અમદાવાદમાં પાછલા મહિનામાં 7 હજારથી વધુ કાર વેચાઈ, કોર્પોરેશનને કરોડોની કમાણી થઈ

પતિને વશમાં કરવા લીધી જ્યોતિષની મદદ
વેપારીની 38 વર્ષીય પત્ની ઈન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઈને બાદલ શર્માના સંપર્કમાં આવી હતી. 'પરેશ ગડાએ બાદલ શર્માને મદદ કરી હતી. શર્માએ તેના પતિને વશમાં રાખવા માટે કાળો જાદૂ કરશે તેમ કહ્યું હોવાનો દાવો મહિલાએ કર્યો હતો, જે હંમેશા તેના ભાઈ અને પરિવારનું જ સાંભળતો હતો અને તેની સાથે ઝઘડો કરતો હતો. મહિલા પાસેથી 13થી 18 ઓક્ટોબરની વચ્ચે પૈસા પડાવીને ભાગી જનારા બંને શખ્સોને પોલીસની ટીમ શોધી રહી છે', તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

12 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા રાજકોટના નોટરી, આજે પણ તેમના ‘સ્ટેમ્પ’ લગાવીને થાય છે જમીનના સોદા

પૂર્વ પ્રેમી અને જ્યોતિષે 59 લાખની છેતરપિંડી કરી
કબાટમાંથી 35 લાખ રૂપિયા ગાયબ હોવાનું જોયા બાદ વેપારીને ફ્રોડ વિશે જાણકારી થઈ હતી. તેણે જણાવ્યું હતું કે 'કર્મચારીઓને પગાર આપવા માટે તે રોકડ મેં કબાટમાં મૂકી હતી. શરૂઆતમાં મારી પત્નીએ મને કંઈ જ કહ્યું નહોતું. પરંતુ મારા ભાઈ અને મેં તેની પૂછપરછ કરતાં સોશિયલ મીડિયા પર પૂર્વ પ્રેમી થકી તે જ્યોતિષની સંપર્કમાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો. તેઓ અમારા ઘરે આવ્યા હતા અને કાળો જાદૂ કરીને પૈસા લઈ ગયા હતા. તેણે બંનેને સોનાના દાગીના પણ આપ્યા હોવાનું કહ્યું હતું'.

અફેર વિશે જાણ્યા બાદ પતિ-પત્ની વચ્ચે રોજ થતા ઝઘડા
મહિલાનું આશરે 13 વર્ષ પહેલા પરેસ ગડા સાથે અફેર ચાલતું હતું પરંતુ તે સંબંધો આગળ વધ્યા નહોતા. જો કે, આ વિશે જાણ્યા બાદ, વેપારી અને મહિલા વચ્ચે નિયમિત ઝઘડો થતો હતો.

Read Latest India News And Gujarati News

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો