એપશહેર

ફેસબૂક પર ખબરો વાંચવા માટે ચૂકવવા પડશે રુપિયા!

Tejas Jinger | I am Gujarat 21 Jul 2017, 10:28 am
I am Gujarat fb may working on way to charge for reading news articles
ફેસબૂક પર ખબરો વાંચવા માટે ચૂકવવા પડશે રુપિયા!


ફેસબૂક કરશે આ ટેસ્ટ

પ્રતિકાત્મક તસવીર નવી દિલ્હીઃ US મીડિયાના રિપોર્ટ મુજબ FB પર ફ્રીમાં વાંચવામાં આવતા આર્ટિકલની લિમિટ સેટ કરવા માટે ફેસબૂક ટૂંક સમયમાં એક ટેસ્ટિંગ કરવાનું છે. તેનાથી ફેસબૂક એક લિમિટ પછી ન્યૂઝ વાંચ્યા પછી વધુ ખબરો વાંચવા માટે રુપિયા લેશે. આજકાલ ન્યૂઝનું સૌથી મોટું માધ્યમ બની ગયેલા ફેસબૂક પાસે પબ્લિશર્સ અને મીડિયા સમૂહોની ફરિયાદ આવી રહી છે કે હવે તેમની સ્ટોરીસને ફેસબૂક પર ફ્રીમાં શેર કરવામાં આવી રહી છે તો તેમને રેવન્યુનું ભારે નુકસાન થાય છે.

FB ‘પે વોલ’ પર કરી રહ્યું છે કામ

ધ સ્ટ્રીટ અખબારના રિપોર્ટ મુજબ ફેસબૂક એક ‘પે વોલ’ પર કામ કરી રહ્યું છે, જેની મદદથી જેની સાથે ફેસબૂકનું એગ્રીમેન્ટ હશે તે પોસ્ટ કરી શકશે. આ સર્વિસ બે વર્ષ પહેલા ગૂગલના AMPને ટક્કર આપવા માટે શરુ કરવામાં આવી હતી. ગૂગલ AMP પસંદગીના મીડિયા સમૂહોની ખબરોને મોબાઈલ વેબ બ્રાઉઝિંગ માટે ઓપ્ટિમાઈઝ કરે છે.

આમ ફેસબૂક લિમિટ નક્કી કરશે?

ધ સ્ટ્રીટ મુજબ ફેસબૂકે ન્યૂઝ પાર્ટનરશિપના હેડ કેમ્બેલ બ્રાઉનને ન્યૂયોર્કમાં એક ડિજિટલ પબ્લિશિંગ કોન્ફરન્સમાં કહ્યું, “સોશિયલ નેટવર્ક પબ્લિશર્સની એક સમસ્યા પર કામ કરી રહ્યા છે.” ઓક્ટોબરમાં ફેસબૂક આ ફીચરનો ટેસ્ટ શરુ કરશે, જેમાં ફેસબૂક પર ફ્રીમાં વાંચવામાં આવતી સ્ટોરીઝની સંખ્યા 10 સુધી સિમિત કરવામાં આવશે. 10થી વધુ સંખ્યા બાદ ફેસબૂક રીડર્સને પબ્લિસર્સના હોમ પેજ પર મોકલશે અને તેને સબસ્ક્રિબ્શન માટે કહેવામાં આવશે. જોકે, ફેસબૂક તરફથી તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો