એપશહેર

નાગૌર કોર્ટની બહાર ધોળા દિવસે ગેંગસ્ટર સંદીપ શેટ્ટીની ગોળી મારીને હત્યા કરાઈ

સોમવારે નાગૌર કોર્ટની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી. આ દરમિયાન મુદત માટે લાવવામાં આવેલા ગેંગસ્ટર સંદીપ શેટ્ટીને ગોળીઓથી ઠાર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ બદમાશોએ ગેંગસ્ટર સંદીપનો મૃતદેહ ઉઠાવી લીધો હતો. આ મામલો ગેંગ વોરનો હોવાનું કહેવાય છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા નાકાબંધી કરીને શૂટર્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Edited byદીપક ભાટી | Navbharat Times 19 Sep 2022, 9:05 pm
નાગૌર: અજમેર ડિવિઝનના નાગૌર જિલ્લાના મુખ્ય મથક ખાતે કોર્ટની બહારના ધોળા દિવસે એક ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં, બદમાશો ગેંગસ્ટરના મૃતદેહને સ્કોર્પિયોમાં નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. માહિતી પ્રાપ્ત થતાંની સાથે જ કોર્ટની બહાર અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બનાવને પગલે એસપી રામમૂર્તિ જોશી અને એએસપી રાજેશ મીણા અને અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
I am Gujarat Nagaur Gangster Murder
પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી


એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક સંદીપ શેટ્ટી હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર હતો. સંદીપ શેટ્ટીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેના પર આઠથી દસ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેના કારણે તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર શૂટર્સ કાળા રંગની બે સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. જેમણે શેટ્ટીની હત્યા કરી હતી. હાલ પોલીસે ટીમો બનાવી ફરાર શૂટર્સની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત રાજ્યભરમાં નાકાબંધી લાદવામાં આવી છે.

બેનીવાલે કહ્યું, પોલીસની બેદરકારીને કારણે ઘટના બની
નાગૌર સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટના માટે પોલીસને દોષી ઠેરવી છે. તેમણે કહ્યું કે જો ગેંગસ્ટરને કોર્ટમાં લાવવામાં આવી રહ્યો છે તો પોલીસે સંવેદનશીલતા રાખવી જોઈએ. જો પોલીસને ગેંગસ્ટરની મુદત દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરી હોત તો આ ઘટના ન બવી હોત. તેમણે કહ્યું કે આ ઘટનાના આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવી જોઈએ. સાથે જ સરકારે પણ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.

જિલ્લા કલેકટર પર ગંભીર આક્ષેપોસાંસદ બેનીવાલે નાગૌર જિલ્લા કલેક્ટર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમણે કહ્યું કે જિલ્લા કલેકટરે ખાણકામ માફિયાઓને ખુલ્લી મુક્તિ આપી છે. આને કારણે, અહીંનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story