એપશહેર

મંદિરથી પરત ફરી રહેલા AAP MLA નરેશ યાદવ પર હુમલો, એક કાર્યકર્તાનું મોત

Tejas Jinger | I am Gujarat 12 Feb 2020, 8:03 am
નવી દિલ્હીઃ દિલ્હીની મહરોલી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ પર અજાણ્યા શખ્સોએ મંગળવારે મોડી રાત્રે હુમલો કર્યો. આ હુમલામાં આપના અશોક માન નામના એક કાર્યકર્તાનું મોત થઈ ગયું, જ્યારે અન્ય એક કાર્યકર્તા હરેન્દ્ર ઘાયલ થઈ ગયો. જાણકારી મુજબ, નરેશ પર ગોળીઓથી હુમલો એ સમયે થયો જ્યારે તેઓ ચૂંટણી પરિણામો આવ્યા પછી મંદિરથી પાછા ફરી રહ્યા હતા. નરેશને કિશનગઢમાં થયેલા હુમલામાં કોઈ નુકસાન નથી થયું. ઘાયલ સારવાર હેઠળ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ હુમલા અંગે આપના ધારાસભ્ય નરેશે કહ્યું, “આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મને હુમલા પાછળનું કારણ ખબર નથી પણ તે અચાનક થયો. જે કારમાં હું હતો, તેના પર હુમલો થયો. મને વિશ્વાસ છે કે પોલીસે યોગ્ય રીતે તપાસ કરી તો હુમલાખોર પકડાઈ જશે.” આ હુમલા પર આમ આદમી પાર્ટીના પ્રવક્તા સંજયસિંહે કેન્દ્ર સરકારની અંદર આવતી દિલ્હી પર વાકબાણ ચલાવ્યા. સંજયે ટ્વીટ કરીને લખ્યું- “મહરૌલીના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો, અશોક માનની હત્યા, આ દિલ્હીના કાયદાનું રાજ, મંદિર દર્શન કરીને પરત ફરી રહ્યા હતા નરેશ યાદવ.” સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ યાદવના કાફલા પર સાત રાઉન્ડ ફાયરિંગ થયા છે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.
મંગળવારે થયેલી મતગણતરીમાં દક્ષિણી દિલ્હીની મહરૌલી બેઠક પર આપના ઉમેદવાર નરેશ યાદવે ભાજપના ઉમેદવાર કુસુમ ખત્રીને 18,161 મતોથી હરાવ્યા હતા. નરેશ યાદવને આ વખતે 62,417 મત મળ્યા છે, જ્યારે તેમના પ્રતિદ્વંદ્રી ભાજપના ઉમેદવાર કુસુમ ખત્રીને 44,256 મત મળ્યા હતા અને તેઓ બીજા નંબરે રહ્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 6952 મતથી સંતોષ માનવો પડ્યો. આપને જણાવી દઈએ કે 2015ની વિધાનસભા ચૂંટણીમાં મહરૌલી બેઠક પરથી નરેશ યાદવની જીત થઈ હતી.દિલ્હીમાં આપની જીત પર કેજરીવાલના પત્નીએ કહ્યું, આ બહુ મોટી જન્મદિવસની ભેટ છે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો