એપશહેર

ફોર્બ્સ એશિયાની યાદીમાં 5 ભારતીય દાનવીરોને સ્થાન

I am Gujarat 12 Jul 2016, 5:31 pm
નવી દિલ્હીઃ ફોર્બ્સ એશિયાએ દાનવીરોની વાર્ષિક યાદી તૈયાર કરી છે, જેમાં પાંચ ભારતીયોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં એશિયા પેસિફિક વિસ્તારના 13 દેશોમાં પરોપકાર ક્ષેત્રમાં કામ કરતા 40 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
I am Gujarat five indians on forbes asias heroes of philantrophy list
ફોર્બ્સ એશિયાની યાદીમાં 5 ભારતીય દાનવીરોને સ્થાન


તેમાં ભારતમાંથી સંપર્ક ફાઉન્ડેશનના સ્થાપક વિનીત અને અનુપમા નાયર, સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલા, બેન ઇન્ડિયાના સીઈઓ અમિત ચંદ્રા અને તેમનાં પત્ની અર્ચના ચંદ્રાનો સમાવેશ થાય છે. સંપર્ક ફાઉન્ડેશન 10 કરોડ ડોલર (લગભગ 67 અબજ રૂપિયા)ની ફંડ પર કામ કરી રહ્યું છે, જે સંપૂર્ણપણે નાયર પરિવારે જ આપ્યું છે. આ સંગઠન છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં 50,000 સરકારી સ્કૂલ્સમાં 30 લાખ વિદ્યાર્થીઓને ચાઇલ્ડ ફ્રેન્ડલી ટીચિંગ કિટ આપી રહ્યું છે.

જ્યારે સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કચરો લઈ જતી 50 ટ્રક તથા 70 લોકોની ટીમની સાથે પુણે શહેર સાફસુથરુ બનાવવા માટે 1.5 કરોડ ડોલરની જોગવાઈ કરી છે. આ યાદીમાં બેન ઇન્ડિયાના સીઈઓ અમિત ચંદ્રા અને તેમનાં પત્ની તથા જય વકીલ ફાઉન્ડેશનનાં સીઈઓ અર્ચના ચંદ્રા પણ સામેલ છે. આ દંપતી દર વર્ષે તેમની આવકનો 75 ટકા ભાગ સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ માટે દાન કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો