એપશહેર

ફોરેસ્ટ વિભાગમાં 226 જગ્યાએ ભરતી, આ રીતે કરી શકશો ઓનલાઈન અરજી

Mitesh Purohit | I am Gujarat 19 Jan 2020, 2:02 pm
નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ, નવી દિલ્હી દ્વારા ફોરેસ્ટ રેન્જર, ફોરેસ્ટ ગાર્ડ અને વાઇલ્ડ લાઇફ ગાર્ડની 226 જેટલી ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે આગામી 13 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. જે બાદ 12,13 માર્ચે ઉમેદવારોની કમ્પ્યૂટર બેઇઝ ઓનલાઇન ટેસ્ટ લેવાશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ જગ્યા માટે એપ્લાય કરવા ઉમેદવારો http://forest.delhigovt.nic.in પર ઓનલાઇન અરજી કરી શકશે. આ જગ્યાઓમાં ફોરેસ્ટ રેન્જરની 4, ફોરેસ્ટ ગાર્ડની 211, વાઇલ્ડ લાઇફ ગાર્ડની 11 જગ્યા પર ભરતી કરાશે. દરેક પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે ફોરેસ્ટ રેન્જર માટે એપ્લાય કરવા સરકાર માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી સાયન્સ અથવા એન્જિનિયરિંગ સાથે બેચલર ડિગ્રી હોવી જોઈએ. ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ માટે ધો. 12 અથવા સિનિયર સેકેન્ડરી એક્ઝામ પાસ કરેલી હોવી જોઇએ. તેમજ હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ. વાઇલ્ડ લાઇફ ગાર્ડ માટે સરકાર માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઇએ. આ પરીક્ષામાં ફોરેસ્ટ રેન્જર માટે જનરલ એપ્ટિટ્યૂડ, સાયન્સ – ટેક્નોલોજી અને પર્યાવરણ જેવા વિષયો રહેશે. જ્યારે ફોરેસ્ટ ગાર્ડ અને વાઇલ્ડ લાઇફ ગાર્ડ માટે સામાન્ય જ્ઞાન, સામાન્ય ઇન્ટેલિજન્સ અને રિજનિંગ એબિલિટી, એરેથમેટિકલ અને નંબરિક એબિલિટી વગેરે વિષયોને આધારે ઉમેદવારોની પરીક્ષા લેવાશે.

Read Next Story