એપશહેર

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, કેન્દ્રએ સાત દિવસનો શોક જાહેર કર્યો

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયું છે, તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા

I am Gujarat 31 Aug 2020, 11:59 pm
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયું છે. પ્રણવ મુખર્જી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટર પર આની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.
I am Gujarat pranab mukherjee


તેમના પુત્રએ ટ્વિટ કરતા લખ્યું છે કે, ભારે હ્રદય સાથે તમને જણાવી રહ્યું છું કે મારા પિતા પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. આરઆર હોસ્પિટલના ડોક્ટરો અને દેશવાસીઓની પ્રાર્થના અને દુવા છતાં તેમનું નિધન થયું છે. તમારા બધાનો આભાર.
84 વર્ષીય મુખર્જીને બ્રેન ક્લોટ સર્જરી માટે 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સર્જરી પહેલા તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમની તબીયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો.

ભારતના 13મા રાષ્ટ્રપતિ હતા પ્રણવ મુખર્જી
પ્રણવ મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિ હતા અને તેઓ 2012થી 2017 સુધી આ પદ પર રહ્યા હતા. તેઓ કોંગ્રેસના કદાવર નેતાઓમાં સામેલ હતા. મોદી સરકારે તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનીત કર્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા પ્રણવ મુખર્જી 2018મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય નાગપુરમાં તેમના એક કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ શોક વ્યક્ત કર્યો
તેમના નિધન અંગે શોક વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ જણાવ્યું છે કે, પ્રણવ મુખર્જીએ જાહેર જીવન દરમિયાન તેમને મળેલા તમામ પદની શોભા વધારી હતી. હું તેમના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવું છું. ઓમ શાંતિ. પોતાની આકરી મહેનત, શિસ્ત અને પ્રતિબદ્ધતાથી તેઓ દેશના સર્વોચ્ચ પદે પહોંચ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો