એપશહેર

ભાઈનો ચહેરો પણ યાદ નહોતો રહ્યો, ફેસબૂકે મેળવ્યા, 14 વર્ષ પછી બહેન ભાઈને બાંધશે રાખડી

Mitesh Purohit | Navbharat Times 13 Aug 2019, 10:19 am
સર્વેશ શર્મા, ગાઝિયાબાદઃ ફેસબુકની મદદથી 14 વર્ષ પછી એક બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી શકશે. કાજલે પોતે 3 વર્ષની હતી જ્યારે ભાઈ અને પિતાથી અલગ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે વાત વર્ષ 2005ની છે જ્યારે મમ્મીએ પાપાને છોડીને બીજા સાથે લગ્ન કર્યા અને મને સાથે લઈ ગઈ હતી. મે મારા ભાઈ અને પિતાને સરખી રીતે જોયા પણ નહોતા એટલી નાની ઉંમરે ચહેરો ક્યાંથી યાદ રહે.હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરોઆ તરફ મમ્મી અને મારા સાવકા પિતા હવે મને હેરાન કરવામાં કંઈ બાકી નહોતી રાખતા. તેવામાં એકવાર મમ્મીએ વાત વાતમાં મારા ભાઈનું નામ લીધું. મે ફેસબુક પર આ નામથી ઘણા આઈડી સર્ચ કર્યા અને એક આઈડી મળી આવતા નંબર પર સંપર્ક કર્યો. જે બાદ ભાઈ મને લેવા માટે અહીં આવ્યો. સોમવારે જ્યારે સમગ્ર કેસ પોલીસમાં પહોંચ્યો તો સ્થાનિક અધિકારીએ SDM કોર્ટમાં સગીરાનું નિવેદન નોંધાવ્યું અને તેને પોતાના ભાઈ સાથે જવા દેવામાં આવી.પોલીસ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2005માં મૂળ દિલ્હીના એક વ્યક્તિની પત્નીએ તેને છોડીને બીજા યુવક સાથે લગ્ન કરી લીધા. મહિલાએ પોતાના 11 વર્ષના દિકરાને પૂર્વ પતિ પાસે જ છોડી દીધો અને 3 વર્ષની દીકરીને સાથે લઈ ગઈ. હવે આ છોકરી 17 વર્ષની છે અને BAનો અભ્યાસ કરે છે. સગીરા જણાવ્યું કે એક દિવસ માતાએ વાતોવાતોમાં તેના પિતા અને ભાઈનું નામ કહ્યું. જેના આધારે તેણે ફેસબુક પર કેટલાક આઈડી શોધ્યા અને પછી એકબાદ એક એમ તેમને મેસેજ કરી કે ફોન કરીને વાત કરી. આ રીતે પોતાના ભાઈને મળી. બંને ભાઈ બહેન 14 વર્ષ બાદ પહેલીવાર મળ્યા અને 15મી ઓગસ્ટે પહેલીવાર રક્ષાબંધન મનાવશે.આ પણ જુઓ ગુજરાતી દિવ્યાંગ કલાકારે 370 કલમ દૂર કરવા અંગે બનાવ્યું આ અદભૂત ચિત્ર.

Read Next Story