એપશહેર

USISPF સંબોધનમાં PM મોદીએ કહ્યું - વિદેશી રોકાણકારો માટે ભારત એક આકર્ષક જગ્યા

ભારત એવી જગ્યાએ છે જ્યાં તમામ ગુણ છે. વિદેશી રોકાણકારો માટે ભારત એક આકર્ષક જગ્યા છે.

I am Gujarat 3 Sep 2020, 10:36 pm
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)ની ત્રીજી વાર્ષિક સમિટને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોરોના વાયરસની મહામારીએ જણાવ્યું કે ગ્લોબલ સપ્લાય ચેન માત્ર ખર્ચા પર આધારિત હોવી જોઈએ નહીં પણ ભરોસા આધારિત હોવી જોઈએ. આ રીતે તેમણે ઈશારામાં જ ચીન પર નિશાન સાધ્યું.
I am Gujarat 11


વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત એવી જગ્યાએ છે જ્યાં તમામ ગુણ છે. વિદેશી રોકાણકારો માટે ભારત એક આકર્ષક જગ્યા છે. અમેરિકાથી લઈને ખાડી દેશો સુધી તમામ દેશ આપણા ઉપર વિશ્વાસ કરે છે. એમેઝોન, ગૂગલ જેવી કંપનીએ ભારત માટે લાંબાગાળાની નીતિઓની જાહેરાત કરી રહી છે. આ દરમિયાન તેમણે જીએસટી અને શ્રમ સુધારાની પ્રશંસા કરી. કોરોના મહામારી દરમિયાન સામાજિક સુરક્ષા, ગરીબોની રક્ષા માટે સરકારે જે પગલા લીધા તેનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે આત્મનિર્ભર ભારત બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે USISPF, ભારત અને અમેરિકાને નજીક લાવી રહ્યું છે. વર્ષ 2020ની શરૂઆત થઈ ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તમામ લોકો પર વૈશ્વિક મહામારીની અસર થશે. આ આપણી પબ્લિક હેલ્થ સિસ્ટમ, ઈકોનોમિક સિસ્ટમ અને ધીરજની પરીક્ષા લઈ રહ્યું છે. આપણે ક્ષમતા વધારવા, ગરીબોની સુરક્ષા અને નાગરિકોના ભવિષ્યને વધુ સારુ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જાન્યુઆરીમાં આપણી પાસે 1 ટેસ્ટિંગ લેબ હતી અને હવે દેશમાં 600 ટેસ્ટિંગ લેબ છે. આપણે પીપીઈ કિટના બીજા સૌથી મોટા ઉત્પાદક બની ચૂક્યા છીએ. 80 કરોડ ગરીબોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. 80 લાખ પરિવારને મફત સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. 35.4 કરોડ ખેડૂત અને જરૂરિયાતમંદને કેશ સપોર્ટ કરવામાં આવ્યો. પ્રવાસી મજૂર માટે રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે કોરોનાની મહામારીની દરેક ચીજવસ્તુ પર અસર થઈ છે પણ 130 કરોડ ભારતીયોની આકાંક્ષા અને આશા કાયમ છે. ભારત દુનિયામાં સૌથી ઓછા ટેક્સવાળા દેશમાં સામેલ છે. 130 કરોડ ભારતીય આત્મનિર્ભર ભારત માટે કામ કરી રહ્યા છે. આત્મનિર્ભર ભારતનો હેતુ ભારતને એક બજારથી મેન્યુફેક્ચરિંગ હબમાં બદલવાનો છે. પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં ભરપૂર તક છે. ભારત યુવાઓ અને સંભાવનાઓથી ભરપૂર દેશ છે. તમે એવા દેશની દેખી રહ્યા છો જ્યાં રાજનીતિક અને નીતિગત સ્થિરતા છે. જે લોકતંત્ર અને વિવિધતા માટે પ્રતિબદ્ધ છે. આવો, અમારી સાથે યાત્રામાં સામેલ થાઓ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો