એપશહેર

લિવરમાં વિકસી રહ્યો હતો ગર્ભ, ડોક્ટરોએ બચાવ્યો મહિલાનો જીવ

મહિલાના શરીરમાં ગર્ભાશયની બહાર અને થોડો લિવરની અંદર ગર્ભ વિકસી રહ્યો હતો. 8 સપ્તાહના ગર્ભને સર્જરી કરીને બહાર કાઢી લઈ જીવ મહિલાનો જીવ બચાવાયો.

Written byLisa Monteiro | TNN 25 Feb 2021, 7:30 pm

હાઈલાઈટ્સ:

  • ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આ મહિલાની સર્જરી કરવામાં આવી.
  • 1952થી અત્યાર સુધીમાં વિશ્વમાં આવા માત્ર 41 કેસ નોંધાયા છે.
  • ભારતમાં અત્યાર સુધીમાં આવા બે કેસ નોંધાયા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat GMC Hospital Goa
પણજી: ગોવાની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMC)ના ડોક્ટરોએ એક એવી મહિલાનો જીવ સર્જરી કરીને બચાવી લીધો છે કે જેના ગર્ભાશયની બહાર અને થોડો લિવરની અંદરની તરફ ગર્ભ વિકસી રહ્યો હતો. ડોક્ટરોએ 8 સપ્તાહના ગર્ભને સર્જરી બહાર કાઢી 25 વર્ષની આ મહિલાનો જીવ બચાવ્યો.
GMCના ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના ડો. ગુરુપ્રસાદ પેડનેકરના જણાવ્યા મુજબ, વર્ષ 1952થી અત્યાર સુધીમાં વિશ્વમાં આવા માત્ર 41 કેસ જોવા મળ્યા છે અને તેમાંથી બે ભારતમાં નોંધાયા છે. આ કેસોમાંથી એક મહિલાને બચાવી શકાઈ ન હતી.

તેમણે જણાવ્યું કે, આ કેસ 8 સપ્તાહના ગર્ભ સાથેનો લાઈવ પ્રેગ્નન્સીનો કેસ હતો અને દર્દી પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવી ત્યારે સમય રહેતા જ આ સમસ્યાની જાણ થઈ ગઈ હતી.

પહેલા તો આ મહિલાન લિવરમાં ગાંઠ થઈ હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ વધુ તપાસ માટે તેને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં રિફર કરાઈ હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, તેના શરીરમાં ગર્ભાશયની બહાર અને થોડું લિવરમાં ગર્ભનો વિકાસ થયો હતો અને તેમાં ધબકારા પણ જોવા મળ્યા હતા. રેસિડન્ટ ડોક્ટરના ધ્યાનમાં આ વાત આવતા તેમણે સીનિયર ડોક્ટરોને જણાવ્યું હતું. સિટી અને એમઆરઆઈ સ્કેન્સમાં આ જવલ્લે જ જોવા મળતો કેસ હોવાનું કન્ફર્મ થયું હતું.

ડો. પેડનેકરે જણાવ્યું કે, આવા કિસ્સામાં ગર્ભને લિવરમાંથી લોહી મળતું હોય છે. જો ગર્ભનો વિકાસ થવા દેવામાં આવે તો લિવરમાં હેમરેજનો ખતરો ઊભો થાય છે અને તેમાં દર્દીનું મોત થઈ શકે છે.

GMCના ડીન ડો. શિવાનંદ બેનડેકરે જણાવ્યું કે, ગર્ભાશયની બહાર લિવરમાં ગર્ભનો વિકાસ થતો હોય તેવું જવલ્લે જ બને છે. તેમણે કહ્યું કે, 'જીએમસીમાં આવી એક જ દર્દી આવી છે અને તેનો જીવ બચી ગયો છે. યકૃતમાં ગર્ભનો વિકાસ એ જ્વાળામુખી પર બેસવા સમાન છે. લોહી પડવાનો ખતરો સતત રહે છે, બ્લડ પ્રેશર ઘટી શકે છે અને આઘાત લાગી શકે છે. જો સમયસર ગર્ભને બહાર કાઢવાનો નિર્ણય ન લેવાયો હોત તો દર્દી માટે તે ઘાતક સાબિત થાત.' તેમણે આ સફળ ઓપરેશન માટે રેડિયોલોજી, ગાયનેકોલોજી, એનેસ્થેશિયા અને સર્જરી વિભાગને શ્રેય આપ્યો.

જ્યારે મહિલાને સર્જરી માટે લઈ જવામાં આવી રહી હતી, તે આઘાતની સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. તેને સામાન્ય સ્થિતિમાં લવાયા બાદ ડોક્ટરોએ સફળતાપૂર્વક તેના લિવરમાં રહેલા ગર્ભને દૂર કરાયો, તેના માટે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં વપરાતા હાર્મનિક સ્કેલપેલનો ઉપયોગ કરાયો. મહિલાને લોહી ચડાવવાનું બંધ થયા બાદ અને રિકવરી પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો