એપશહેર

ભારત સરકારે ગુમ થયેલા વિમાન AN-32ને શોધવા માંગી અમેરિકાની મદદ

I am Gujarat 29 Jul 2016, 11:03 pm
નવી દિલ્હી: ભારતીય હવાઈદળના ગૂમ થયેલા એએન-32 વિમાનનો એક સપ્તાહ બાદ પણ કોઈ સંકેત મળ્યો નથી, ત્યારે સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરે જણાવ્યું છે કે, સરકારે ગૂમ વિમાનને શોધવા માટે અમેરિકાની મદદ માંગી છે.
I am Gujarat government seeks us help to locate missing an 32 plane says scope of sabotage very less
ભારત સરકારે ગુમ થયેલા વિમાન AN-32ને શોધવા માંગી અમેરિકાની મદદ


પાર્રિકરે ગુમ વિમાન વિશે ગુરુવારે રાજ્યસભામાં આપેલા પોતાના નિવેદન પર જુદા-જુદા સભ્યો દ્વારા પૂછાયેલા સ્પષ્ટીકરણના જવાબમાં શુક્રવારે આ વાત કહી. તેમણે કહ્યું કે, સરકારે ચિત્રોની ઓળખ કરવા માટે અમેરિકાની મદદ માંગી છે. સાથે જ અમેરિકન સંરક્ષણ દળો પાસે એ બાબતે મદદ માંગી છે કે શું તેમના ઉપગ્રહોએ 22 જુલાઈએ કોઈ પ્રકારના સિગ્નલ પકડ્યા હતા.

22 જુલાઈએ જ 29 લોકોને લઈ જઈ રહેલું વિમાન ગુમ થયું હતું. તેમણે કહ્યું કે, આપણા ઉપગ્રહોના ચિત્રો ઉપરાંત અમે અમેરિકાને તેમના ચિત્રો આપવા કહ્યું છે, જેથી અવકાશમાં સ્થિત ઉપગ્રહોની ઈમરજન્સી ફ્રિક્વન્સીને જાણી શકાય. અન્ય દેશોને પણ અમે કહી ચૂક્યા છીએ.

તેમણે જણાવ્યું કે, વિમાનનું તાજેતરમાં જ મોટા પ્રમાણમાં સમારકામ કરાયું હતું અને તે નવા જેવું જ બનાવી દેવાયું હતું. તેમણે કહ્યું કે, ‘કોઈ એસઓએસ (ઈમરજન્સી સંદેશ) કે કોઈ ફ્રિક્વન્સીનું પ્રસારણ નથી કરાયું. એ બસ ગુમ થઈ ગયું જે ચિંતાનું સૌથી મોટું કારણ છે.’ તોડફોડની કોઈ આશંકા સંબંધી ડીએમકેના તિરુચિ શિવાના સ્પષ્ટીકરણનો જવાબ આપતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘હું અટકળો લગાવી શકું નહી કેમકે અમે તેની શોધ કરી રહ્યા છીએ. કોઈ તોડફોડની આશંકા ઘણી ઓછી છે.’ તેમણે કહ્યું કે, ભારતીય નૌકાદળના 10 જહાજ અને સબમરીન સિંધુધ્વજને શોધવાના કામમાં લગાવાઈ છે અને તેમણે લગભગ બધી જગ્યાએ તપાસ કરી લીધી છે.

તેમણે કહ્યું કે, ગુમ થવા સમયે વિમાન રડાર પર હતું, પરંતુ તે સેકન્ડરી (પેસિવ) રડાર પર હતું. વિમાનનો શોધવામાં અન્ય દેશોની મદદ વિશે પૂછવા પર પાર્રિકરે કહ્યું કે, ‘અમે ચિ6ોની ઓળખ કરવા માટે અમેરિકાને પણ કહ્યું છે. મને આશા છે કે અમારા પ્રયાસ સફળ થશે. હું જાતે સ્થિતિ પર નજર રાખી રહ્યો છું.’ તેમણે કહ્યું કે, વિમાનને શોધવા માટે બધા પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે આશા રાખી રહ્યા છીએ કે તેને શોધી લેવાશે. હું તમને ખાતરી આપું છું કે પૂરતા પ્રયાસ કરવામાં આવશે. રડાર પર એક પણ સિગ્નલ રેકોર્ડ નથી કરાયું. અમે અમેરિકન સંરક્ષણ દળોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેમના ઉપગ્રહોએ કોઈ સિગ્નલ પકડ્યું છે, એ દિવસે ગાઢ વાદળા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો