એપશહેર

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મોડી રાતથી મેઘ મહેર શરુ

ગુજરાતમાં બે સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી આ અઠવાડિયા દરમિયાન કરવામાં આવી છે.

I am Gujarat 13 Aug 2020, 9:57 am
અમદાવાદઃ હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં જન્માષ્ટમીથી વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે પાછલી રાતથી રાજ્યમાં ઠેર-ઠેર સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. આવામાં અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે માંડવીમાં 8 ઈંચ જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ સહિત ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
I am Gujarat gujarat weather forecast heavy to very heavy rainfall forecast
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મોડી રાતથી મેઘ મહેર શરુ


રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી મેઘ મહેર શરુ થઈ છે, આવામાં ખેડૂતો આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યમાં સીઝનનો 65% વરસાદ થયો હોવાનું માનવામાં આવે છે જ્યારે સૌરાષ્ટ્રમાં 97% અને કચ્છમાં 117% વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 48% અને મધ્ય ગુજરાતમાં 47% વરસાદ થયો છે.

બંગાળની ખાડીમાં અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેની કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અને આ આગાહી પ્રમાણે શરુઆત થઈ ગઈ છે.

આજે રાજ્યમાં આણંદ, પંચમહાલ, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે અતિભારે વરસાદ આજે થવાની સંભાવના છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

આ જ રીતે આગામી 5 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Read Next Story