એપશહેર

એક્ટર બનાવાનું સપનું લઈ ગુજરાતી યુવક મુંબઈ પહોંચ્યો, થયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ

I am Gujarat 11 Jan 2021, 1:53 pm
મુંબઈઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ચકાચોંધ જોઈને અનેક યુવકો અને યુવતીઓ માયા નગરી મુંબઈ તરફ આંધળી દોટ મૂકતા હોય છે. ક્યારેક આ દોટ સફળતામાં પરિણમે છે પરંતુ આવા કોઈ એકલ દોકલ કિસ્સા હોય છે. જ્યારે તેને પોતાના રોલ મોડેલ માનીને આવી રીતે દોડી ગયેલા અનેક યુવાન અને યુવતીઓ આ ઝગમગતી દુનિયાની પાછળના અંધકારમાં ક્યાંય સમાય જાય છે જેમની ન તો તમને ન તો તેમના પરિવારના લોકોને ખબર પેડ છે. આવું જ થયું ગુજરાતના એક મહત્વકાંક્ષી મોડેલ યુવાન સાથે જેમાં યુવકે અંતે પોલીસમાં ફરિયાદ નોંધી છે.
I am Gujarat gujarati youth reached mumbai with the dream of becoming an actor but have worst experience of life
એક્ટર બનાવાનું સપનું લઈ ગુજરાતી યુવક મુંબઈ પહોંચ્યો, થયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ


મુંબઈમાં કારકિર્દી બનાવવા ગયેલા ગુજરાતના 19 વર્ષીય મોડેલ યુવકની સાથે ચાર લોકોએ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે વાઘલે એસ્ટેટ પોલીસએ ત્રણ આરોપીને પકડી પાડી ફરાર એક આરોપીને પકડવા તજવીજ હાથધરી છે.

વિગત એવી છે કે ગુજરાતનો 19 વર્ષીય મોડલ યુવક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવવા માયાનગરી મુંબઇમાં ગયો હતો.થાણેમાં તેના સબંધીના ઘરે રહેતો હતો.દરમ્યાન તેને સોશિયલ મિડીયાના માધ્યમથી પુનિત શુકલા નામના યુવક સાથે ઓળખાળ થઇ હતી.આ પુનિતે તેને અન્ય યુવકો સાથે ઓળખ કરાવી હતી.

દરમ્યાન વાઘલે એસ્ટેટ વિસ્તારમાં બંધ પડેલી એક બિલ્ડીંગના ધાબા ઉપર પુનિત અને તેના મિત્રોએ મોડલ યુવકને બોલાવ્યો હતો. એટલે તે ગયો તો પુનિત અને તેની સાથેના અન્ય ત્રણ યુવકોએ મળીને તેને માર મારીને લૂંટી લીધો હતો.ઉપરાંત તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું. યુવકે વિરોધ કર્યો તો તેને મારમાર્યો હતો.

તેમજ આ દુષ્કૃત્યનો વિડીયો ખુદ પુનિતએ બનાવીને યુવકને ધમકી આપી હતી કે કોઇને કહીશ અથવા પોલીસ ફરિયાદ નોંધાવીશ તો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરશે. મોડલ યુવક તેમની ચુંગાલમાંથી છુટીને જેવો તેના સબંધીના ઘરે આવ્યો તો તેણે સમગ્ર મામલે પરિવારજનોને વાકેફ કર્યા.

ત્યારબાદ વાઘલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ચારેય યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યનો ગુનો નોંઘ્યો હતો.જેમાં તપાસ કરીને પોલીસે આરોપી પુનિત શુકલા, રવિ જયસ્વાલ (ઉ.34), અરવિંદ પ્રજાપતિ (ઉ.23)ને પકડી પાડયા છે. જ્યારે એક ફરાર આરોપીને પકડવા તજવીજ હાથધરી છે. આ ઘટના ખરેખર તો નાની ઉંમરમાં મોટું નામ અને શોર્ટકટથી રુપિયા કમાઈ લેવા માગતા દરેક યુવક અને યુવતીઓ માટે ચેતવણી રુપ અને આંખ ઉઘાડનારી છે.

Read Next Story