એપશહેર

ચૂંટણીમાં ભાજપને હરાવવા હાર્દિક પટેલ કોંગ્રેસ માટે કરશે પ્રચાર

Yogesh Gajjar | I am Gujarat 8 Apr 2018, 10:38 pm
રાયસેનઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે રવિવારે કહ્યું કે કોંગ્રેસ જો તેની પાસે સમર્થન માંગશે તો તે મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવા તેમના માટે ચૂંટણી પ્રચાર કરશે. મઘ્ય પ્રદેશના રાયસેન જિલ્લાથી 80 કિલોમીટર દૂર બેગમજંગમાં હાર્દિકે મીડિયાને કહ્યું, હું અહીંયાં પછાત વર્ગના કાર્યક્રમમાં આવ્યો છું. જો કોંગ્રેસ સમર્થન માંગશે તો હું મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હું પણ તેના માટે કામ કરીશ. તેણે કહ્યું કે ગુજરાતની યુવા ત્રિમૂર્તિ (હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર) ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં પણ બીજેપીની વિરુદ્ધ અને કોંગ્રેસના પક્ષમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તૈયાર છે. હાર્દિકને પ્રશ્ન પૂછાયો હતો કે શું તે મધ્ય પ્રદેશમાં બીજેપીની સરકારની વિરુદ્ધ અભિયાન શરૂ કરવા માટે વારંવાર અહીંયાં આવી રહ્યો છે. તેના પણ હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસને અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીના દાવેદારને જાહેર કરી દેવો જોઈતો હતો. હાર્દિકે નોટબંધીને દેશનો સૌથી મોટો ગોટાળો બતાવ્યો અને બીજેપી પર આરોપ લગાવ્યો કે તે પૈસા અને તાકાતથી ચૂંટણી જીતવા ઈચ્છે છે. હાર્દિકે કહ્યું કે, જોકે બીજેપી તેમાં સફળ નહીં થાય, કારણ કે દેશની જનતા હવે તેમના ઈરાદાની સારી રીતે સમજી ચૂકી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો