એપશહેર

રાહુલ-પ્રિયંકા હાથરસ જવા રવાના, ભાજપનો સવાલ- રાજસ્થાન કેમ નથી જતા?

રાહુલ અને પ્રિયંકા ગાંધી યુપીના હાથરસ જવા માટે રવાના થયા છે ત્યારે ભાજપ દ્વારા નિશાન તાકવામાં આવ્યું છે.

I am Gujarat 1 Oct 2020, 1:45 pm
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાથરસ અને બલરામપુરમાં થયેલી ગેંગરેપ અને હત્યાની ઘટનાઓ બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ પીડિત પરિવાર ભારે દુઃખમાં છે અને સવર્ણોની વસ્તી ધરાવતા ગામમાં પોતાનું શું થશે તેવી મુઝવણમાં છે ત્યારે રાજકારણમાં આરોપ-પ્રત્યારો શરુ થઈ ગયા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુપી જવા માટે રવાના થયા છે ત્યારે રાજકારણ વધારે ગરમાયું છે.
I am Gujarat hathras case tuned in political issue rahul and priyanaka stopped at dnd up spokesperson siddhartnath singh attacks on congress
રાહુલ-પ્રિયંકા હાથરસ જવા રવાના, ભાજપનો સવાલ- રાજસ્થાન કેમ નથી જતા?


કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાથરસ માટે દિલ્હીથી રવાના થયા છે. યોગી સરકાર પર કોંગ્રેસ સહિત વિરોધીઓ જોરદાર પ્રહાર કરી રહ્યા છે. રાજકારણ ગરમાયા બાદ ચારે તરફથી ઘેરાયેલી યોગી સરકારના મંત્રી અને ભાજપના પ્રવક્ત સિદ્ધાર્થનાથ સિંહે કોંગ્રેસ પર પલટવાર કર્યો છે.

સિદ્ધાર્થનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન તાકીને કહ્યું છે કે, તેમણે રાજસ્થાનના અજમેરમાં બનેલી ઘટનાની યાદ અપાવીને કહ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્યાં કેમ નથી જતા?

હાથરસ માટે એક સાથે નીકળ્યા પ્રિયંકા અને રાહુલ

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કારમાં દિલ્હીથી હાથરસ જવા માટે રવાના થયા છે. ગાડીમાં આગળ રાહુલ ગાંધી અને પાછળ પ્રિયંકા ગાંધી બેઠા છે. તેમની ગાડી ભારે ભીડના કારણે ધીરે-ધીરે આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશમાં તેમને રોકવા માટે બેરિકેટ્સ લગાવી દેવામાં આવ્યા છે.

રાજસ્થાન પર આપો જવાબ

સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, "તેઓ (રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી) રાજસ્થાનનો પ્રવાસ શા માટે નથી કરતા? શું સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી રાજસ્થાનમાં બનતી ઘટનાઓ પર જવાબ નહીં આપે? તે જિલ્લા (હાથરસ)નો પ્રવાસ કરીને આ મુદ્દા પર રાજકારણ કરવા માગે છે."

રાતોરાત પીડિતાના અંતિમ સંસ્કાર કરાયા તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વિરોધીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે એટલી શું ઉતાવળ હતી કે રાતો-રાતો અંતિમ સંસ્કાર કરી દેવા પડ્યા. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, લાશ વધારે સડી રહી હતી જેના કારણે તાત્કાલિક અંતિમ સંસ્કારની કામગીરી કરવી પડી હતી. સાથે પોલીસે એમ પણ જણાવ્યું કે તેના પરિવારના સભ્યોની મંજૂરી લીધા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આરોપીઓ સામે કાર્યવાહી અંગે વિરોધીઓ દ્વારા એવા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે કેમ આ ગાડી પલ્ટી નહોતી મારી શકતી? કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો