એપશહેર

66 બાળકોનાં મોત બાદ ભારતીય કંપનીના ચાર કફ સિરપ સામે WHOની ચેતવણી, સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસ આદરી

પશ્ચિમ આફ્રિકાના દેશ ગામ્બિયામાં 66 બાળકોનાં મૃત્યુ થયા પછી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતના હરિયાણા સ્થિત એક ફાર્માસ્યૂટિકલ કંપની દ્વારા આ ચાર કફ સિરપ બનાવવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કંપનીએ માત્ર ગામ્બિયા જ આ દવા એક્સપોર્ટ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી છે.

Edited byZakiya Vaniya | I am Gujarat 6 Oct 2022, 11:53 am
નવી દિલ્હી- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(World Health Organisation) દ્વારા બુધવારના રોજ ભારતીય કંપની Maiden Pharmaceutical Limited દ્વારા બનાવવામાં આવેલી શરદી-ખાંસીની ચાર સિરપ સામે એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ આફ્રિકાના દેશ ગામ્બિયા(Gambia)માં 66 બાળકોનાં મૃત્યુ પછી WHO દ્વારા લોકોને આ કફ સિરપનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ તમામ સિરપ હરિયાણા સ્થિત આ કંપની દ્વારા જ બનાવવામાં આવી છે. સિરપના નામ આ પ્રમાણે છે- પ્રોમોથાઝિન ઓરલ સોલ્યુશન(Promethazine Oral Solution), કોફેક્સમાલિન બેબી કફ સિરપ(Kofexmalin Baby Cough Syrup), મકૉફ બેબી કફ સિરપ(Makoff Baby Cough Syrup) અને મૈગ્રીપ એન કોલ્ડ સિરપ(Magrip N Cold Syrup).
I am Gujarat WHO alert
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કફ સિરપ પર એલર્ટ આપ્યું.


WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે આજ સુધી કંપનીએ આ પ્રોડક્ટ્સની સુરક્ષા અને ગુણવત્તાની ગેરન્ટી નથી આપી. તમામ ચાર પ્રોડક્ટ્સના નમૂનાનું જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું તે પૃષ્ટિ થઈ કે તેમાં ડાયથિલીન ગ્લાઈકોલ તેમજ એથિલીન ગ્લાઈકોલ અસ્વીકાર્ય પ્રમાણમાં છે. ઉલ્લેખનીય છે કે ડાયથાઈલીન ગ્લાઈકોલ અને એથિલીન ગ્લાઈકોલનું સેવન જોખમી સાબિત થઈ શકે છે. તેની અસરથી પેટમાં દુખાવો, ઉલટી, ડાયેરિયા, માથામાં દુખાવો, માનસિક સ્થિતિ બદલાઈ જવી, કિડનીની સમસ્યા થઈ શકે છે. આટલુ જ નહીં, તેના સેવનથી જીવ પણ જઈ શકે છે.

Nobel Prize Medicine 2022:સ્વીડનના વૈજ્ઞાનિકને મળ્યો 'ચિકિત્સા'નો નોબેલ પુરસ્કાર, કઈ શોધ માટે થયા સન્માનિત?
WHOએ જણાવ્યું કે જ્યાર સુધી સંબંધિત રાષ્ટ્રીય કક્ષાની ઓથોરિટી દ્વારા આની યોગ્ય રીતે તપાસ કરવામાં ના આવે ત્યાં સુધી પ્રોડક્ટ્સની તમામ બૈચને અસુરક્ષિત માનવામાં આવે છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 29 સપ્ટેમ્બરના રોજ ગામ્બિયામાં જે બાળકોનાં મૃત્યુ થયા તે બાબતે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને જાણકારી આપવામાં આવી છે. CDSCO દ્વારા આ બાબતની ચર્ચા તાત્કાલિક હરિયાણા રાજ્યની રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી અને કાયદેસરની તપાસ શરુ કરવામાં આવી છે. સમગ્ર બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

Mexico: તાબડતોડ ગોળીબાર થતા હાહાકાર મચી ગયો, મેયર અને પોલીસ અધિકારીઓ સહિત 18 લોકોનાં મોત
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કંપનીએ અત્યાર સુધી માત્ર ગામ્બિયા દેશમાં આ પ્રોડક્ટ્સ મોકલી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આયાત કરનાર દેશ ગુણવત્તાના પરિમાણો પર આ પ્રોડક્ટ્સની ચકાસણી કરે છે. કંપનીએ અત્યાર સુધી આ આરોપો પર કોઈ જ પ્રતિક્રિયા નથી આપી. તમને જણાવી દઈએ કે ગામ્બિયા એક આફ્રિકન દેશ છે. તેની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ સરહદ સેનેગલ સાથે મળે છે. ગામ્બિયાની વસ્તી 17 લાખ છે.

Read Next Story