એપશહેર

ગુરુગ્રામમાં મહિલા હેલ્થવર્કરનું મોત, 6 દિવસ પહેલા લીધી હતી કોરોના વેક્સિન

શુક્રવારે આ હેલ્થકર્મીના અચાનક મોતની જાણકારી તેના પરિજનોએ આપી. પરંતુ, આ મોતનું કોઈપણ પ્રકારનું કનેક્શન કોરોના વાયરસની સાથે હોય તેવી કોઈ સાબિતી નથી.

I am Gujarat 22 Jan 2021, 10:23 pm
ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં કોરોના વાયરસની વેક્સિન લીધાના 6 દિવસ પછી એક હેલ્થકર્મીનું મોત થઈ ગયું. પણ, હજુ સુધી એવું સાબિત નથી થયું કે મહિલા હેલ્થકર્મીના મોતની લિંક કોરોના વાયરસની વેક્સિન સાથે જોડાયેલી હોય. આ મહિલાના મોત બાદ તેના પરિજનોએ કોરોના વેક્સિનેશનના મુદ્દે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગુરુગ્રામ સીએમઓએ કહ્યું કે હેલ્થકર્મીના મોતની તપાસ ચાલી રહી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી કશું સ્પષ્ટ થયું નથી.
I am Gujarat w1
પ્રતીકાત્મક તસવીર


જાણકારી મુજબ, હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કાર્યરત 55 વર્ષીય હેલ્થકર્મીને 16 જાન્યુઆરીએ કોરોનાની રસી લગાવવામાં આવી હતી. સીએમઓ વિરેન્દર યાદવે જણાવ્યું કે શુક્રવારે આ હેલ્થકર્મીના અચાનક મોતની જાણકારી તેના પરિજનોએ આપી. પરંતુ, આ મોતનું કોઈપણ પ્રકારનું કનેક્શન કોરોના વાયરસની સાથે હોય તેવી કોઈ સાબિતી નથી.

આ હેલ્થકર્મીનું મોત તેના ઘરે થયું છે. સીએમઓએ જણાવ્યું કે તેના મોતની તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ આવ્યા પછી જ સાચું શું છે તે જાણી શકાશે. પણ, મૃતક મહિલાના પરિજનો મોત માટે કોરોના વેક્સિનને જવાબદાર ઠેરવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૃતકના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં કોરોના વેક્સિનેશન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના પરિવારના લોકોનું કહેવું છે કે કોરોના રસીકરણ અભિયાન તાત્કાલિક રોકવામાં આવે.

Read Next Story