એપશહેર

માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી, તાપમાનનો પારો ગગડીને -5 ડિગ્રી પર પહોંચી ગયો

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ફરવા ગયેલા સહેલાણીઓ કડકડતી ઠંડીમાં ધ્રૂજી ઉઠ્યા, નક્કી લેકમાં પણ બરફના થર જામી ગયા.

I am Gujarat 16 Jan 2022, 10:13 am

હાઈલાઈટ્સ:

  • રાજસ્થાનમાં સૌથી વધારે ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઈ.
  • માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ પાંચ થઈ ગયો.
  • ઠંડીમાં વિદેશી સહેલાણીઓને મજા પડી, સ્થાનિકો ધ્રૂજી ઉઠ્યા.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat mount abu
ફાઈલ ફોટો
ફરવા જવાની વાત આવે એટલે ગુજરાતીઓના મોઢે સૌથી પહેલું નામ માઉન્ટ આબુનું હોય. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલું આ હિલ સ્ટેશન પોતાની પ્રાકૃત્તિક સુંદરતા અને ઐતિહાસિક ધરોહરને કારણે લોકપ્રિય છે. પરંતુ શિયાળામાં અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. અત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે માઉન્ટ આબુની સ્થિતિ પણ કંઈક એવી જ છે. શુક્રવારના રોજ અહીં માઈનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. લગભગ એક દશક પછી અહીં તાપમાનનો પારો માઈનસ પાંચ સુધી ગગડ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, વર્ષ 2011ના શિયાળામાં અહીં માઈનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
ઉત્તરાયણમાં 2,700થી વધુ પક્ષીઓનું રેસ્ક્યૂ કરાયું, આ વર્ષે સૌથી વધારે કાગડાં ઘાયલ થયા
કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. ઠંડી અને ઉપરથી કર્ફ્યુ, જેના કારણે રસ્તા પર કોઈ જ દેખાતુ નહોતું. ટૂરિસ્ટ પર આધારિત વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા હતા. સ્થાનિકો જણાવે છે કે, મહિલાઓએ પાણીના માટલા આગથી નજીક રાખ્યા હતા જેથી તે થીજી ન જાય. આટલુ જ નહીં, નળમાંથી પણ સૂર્યોદય પછી જ પાણી આવવાની શરુઆત થઈ હતી. રાત્રે નળના પાણી પણ થીજી ગયા હતા.

ગુજરાત હજુ પણ ઠૂંઠવાશે, ઉત્તર ભારતમાં હિમ વર્ષાથી આગામી દિવસોમાં શીત લહેરની વકી
માઉન્ટ આબુના સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, અત્યારે અહીં શિયાળો ચરમસીમાએ છે. વિદેશથી આવેલા સહેલાણીઓ તો મજા માણી રહ્યા છે, પરંતુ સ્થાનિકો અને ભારતના પ્રવાસીઓ ઠંડીથી ધ્રૂજી ઉઠ્યા છે. માઉન્ટ આબુના લોકપ્રિય નક્કી લેકમાં પણ બરફના થર જામી ગયા છે. નક્કી લેક પ્રવાસીઓ માટે ફરવાનું મુખ્ય સ્થળ હોય છે. મોટાભાગના સહેલાણીઓએ હોટલમાં જ રહેવાનુ પસંદ કર્યુ હતું.

Read Next Story