એપશહેર

કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ સારી, રેડ ઝોનની બહાર

દેશના પોઝિટિવિટી રેટ કરતા પણ ગુજરાતનો આંકડો નીચો, કોરોનાને હરાવવા માટે સાવધાની અને સતર્કતા જરુરી

Reported byPradeep Thakur | TNN 23 Nov 2020, 9:17 am
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, કેરળ અને ગોવા સહિતના રાજ્યો હોટસ્પોટ સાબિત થઈ રહ્યા છે, કારણ કે અહીંનો પોઝિટિવિટી રેટ (પ્રતિ 100 કોરોના ટેસ્ટ પર આવતા પોઝિટિવ કેસનો આંકડો) 10%થી લઈને 15%થી વધુ રહેતો હોય- આ ગણતરી પાછલા 2 પખવાડિયા (14 દિવસમાં) દરમિયાન સામે આવી જેમાં 26 ઓક્ટોબરથી 8 નવેમ્બર અને 8થી 21 નવેમ્બર દરમિયાન કરાયેલા ટેસ્ટ પરથી પોઝિટિવિ રેટ નક્કી કરાયો જેમાં ભારતનો કુલ પોઝિટિવિટી રેટ પહેલા 14 દિવસ દરમિયાન 4.3% અને બીજામાં 4.1% રહ્યો છે. જ્યારે ગુજરાતમાં આ રેટ નેશનલ રેટ કરતા ઘણો નીચો છે. ઓક્ટોબર 26થી 8 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં પોઝિટિવિટી રેટ 1.9% જ્યારે બીજા પખવાડિયે (8થી 21 નવેમ્બર) 2.2% રહ્યો છે. દિવાળીના તહેવારોમાં લગભગ તમામ રાજ્યોમાં આ રેટ ઊંચો આવ્યો હતો.
I am Gujarat himachal delhi rajasthan and other as covid hotspot but gujarat out of red zone
કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ સારી, રેડ ઝોનની બહાર


પોઝિટિવિટી રેટ ઊંચો જાય એનો મતલબ છે કે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આ સાથે ટેસ્ટની સંખ્યા વધારવાની જરુરી પડે છે. કેરળ, ગોવા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પાછલા મહિના કરતા કેસમાં ઘટાડો નોંધાયો છે પરંતુ તે હજુ પણ રેડ ઝોનમાં છે. મહારાષ્ટ્રનો પોઝિટિવિટી રેટ 8% પર પહોંચ્યો છે જે દર્શાવે છે કે રાજ્યમાં ઘણો સુધાર આવ્યો છે.

પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં કન્ફર્મ કેસની સંખ્યા ઘટી છે પરંતુ અહીં પોઝિટિવિટી રેટ 7-8% જેટલો છે. WHOનું માનવું છે કે જો 14 દિવસથી વધારે સમય સુધી પોઝિટિવિટી રેટ 5%થી વધુ હોય તો રાજ્ય રેડ ઝોનમાં આવે છે.

વધારે કેસ સામે આવવાનું બીજુ પણ કારણ હોઈ શકે છે કે ત્યાં જરુર પ્રમાણમાં ટેસ્ટ કરવામાં નથી આવી રહ્યા. જેના કારણે રાજ્યમાં મૃત્યુઆંકમાં વધારો થાય છે. ટેસ્ટ કરીને કોરોનાના દર્દીઓને ઓળખવા તે રોગને વધારે ફેલાતો અટકાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને કર્ણાટકમાં સારી પ્રગતિ થઈ છે, અહીં પોઝિટિવિટી રેટ 4% કરતા નીચો રહ્યો છે. ગુજરાતમાં પણ પોઝિટિવિટી રેટ ઘણો નીચો છે પરંતુ પાછલા કેટલાક સમયથી અહીં કેસમાં ઉછાળો દેખાતા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે.

દિવાળીના તહેવારો દરમિયાન અને તે પછી કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો જેમાં ગુજરાતમાં 0.3%નો ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 20મી તારીખની રાતના 9 વાગ્યાથી 23 તારીખના સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં આગામી દિવસમાં રાજ્યના મહત્વના શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

8થી 21 નવેમ્બર દરમિયાન સૌથી વધુ પોઝિટિવિટી રેટમાં હિમાચલપ્રદેશ (15.3%), દિલ્હી (12.8%), રાજસ્થાન (11.1%) હરિયાણા (10.5%), કેરળ (10%) બાકી રાજ્યોની ટકાવારી 10 કરતા ઓછી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો