એપશહેર

'પહેલી વખત ગુજરાતની રાજનીતિનું પૂર્ણ હિંદુકરણ'

Shailesh Thakkar | I am Gujarat 20 Nov 2017, 11:23 pm
નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક તરફ કૉંગ્રેસ ‘વિકાસ ગાંડો થયો છે’ તો બીજી તરફ ભાજપ ‘હુ છું વિકાસ, હુ છું ગુજરાત’ના નારા સાથે લડી રહી છે. આવામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં બેરોજગારોને રોજગાર અને ખેડૂતોને દેવામાફીને મુખ્ય મુદ્દા ગણાવ્યા છે. અમારા સહયોગી અખબાર નવભારત ટાઈમ્સ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, બધી રાજનૈતિક પાર્ટીઓએ એ જણાવવું જોઈએક કે, ગુજરાતના 20 લાખ બેરોજગારોને રોજગાર આપવા, ખેડૂતોની લોન માફી અને પડતર કિંમતનો દોઢ ગણું મૂલ્ય આપવા તથા બંધ પડેલી 45 હજાર સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને ખોલવા માટે તેમની પાસે કયા પ્લાન છે. રાજનીતિનું પૂર્ણ હિન્દુકરણ તોગડિયાએ કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મારું વિશ્લેષણ છે કે, પ્રથમવાર ગુજરાતન રાજનીતિનુ પૂર્ણ હિન્દુકરણ થયું છે. પહેલા માત્ર ભાજપના લોકો જ મંદિરમાં જતા હતા હવે રાહુલ ગાંધી દ્વારા, ચામુંડા મંદિર જઈ રહ્યાં છે અને પછી મોદી ત્યાં જઈ રહ્યાં છે. મોદી અક્ષરધામ મંદિર જાય છે તો રાહુલ પણ તેમની પાછળ-પાછળ જાય છે. જાતિનો સંઘર્ષ નહીં બેરોજગારી મુખ્ય મુ્દ્દો તેમણે કહ્યું કે, પટેલ, ઓબીસી અને એસસી સમાજમાંથી ત્રણ લીડરો ઊભર્યા છે પણ તેમની વચ્ચે જાતિગત વિદ્વેષ કે સંઘર્ષ નથી થઈ રહ્યો કારણ કે બેરોજગારી મુખ્ય મુદ્દો છે. તેઓ બેરોજગારીની વાતો કરી રહ્યાં છે, તોગડિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, આ ચૂંટણીમાં તેમની ભૂમિકા શું છે? ત્યારે તેમણે કહ્યું કે, ગુજરાતના 20 લાખ લોકોને રોજગાર મળે, ખેડૂતોને લોન માફી મળે, પાકિસ્તાનમાં ફસાયેલા માછીમારો આઝાદ થાય, જે હિન્દુ 2002ના ખોટા કેસમાં ફસાયેલા કેસમાંથી મુક્ત થાય એ જ પ્રયત્નો કરી રહ્યો છું. જૉબલેસ ગ્રોથથી આઝાદી મળવી જોઈએ તોગડિયાએ ભાજપના વિકાસ મોડલ પર કંઈ પણ બોલવાની ના પાડી દીધી પણ કહ્યું કે, જૉબલેસ ગ્રોથથી બહાર આવવું પડશે. તેમણે કહ્યું કે, GDP તો વધી રહી છે પણ રોજગાર ઓછા થઈ રહ્યાં છે. જો બેરોજગારી વધી રહી છે તો આ આર્થિક સ્થિતિ સારી નથી. આખા દેશમાં 10 કરોડ લોકો બેરોજગાર છે, દેશને આ સ્થિતિમાંથી બહાર લાવવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો