એપશહેર

સંપૂર્ણ સ્વસ્થ થતા AIIMSમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજા આપવામાં આવી

કોરોના મટ્યા પછી ફરી હોસ્પિટલમાં દાખલ થયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 10 દિવસ કરતા વધુ સમય પછી રજા આપવામાં આવી છે.

Agencies 31 Aug 2020, 10:55 am
18 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ થયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને કેટલીક ફરિયાદો બાદ ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને હોસ્પિટલમાંથી સોમવારે એટલે કે આજે રજા આપી દેવામાં આવી છે.
I am Gujarat home minister amit shah discharged from aiims
સંપૂર્ણ સ્વસ્થ થતા AIIMSમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજા આપવામાં આવી


નોંધનીય છે કે, AIIMS દ્વારા શનિવારે જારી કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "તેઓ (અમિત શાહ) સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે."

2 ઓગસ્ટના રોજ 55 વર્ષના અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે અને તેમને સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, આ બાદ તેમણે મેડિકલ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કોરોના વાયરસ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા તો મળી ગઈ હતી પરંતુ તેમને થાક લાગવાની અને શરીર દુખવાની ફરિયાદ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સૂત્રો દ્વાર જણાવ્યા પ્રમાણે 12 જેટલા દિવસ બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો