એપશહેર

ભારતમાં જુદા-જુદા હાઈવેને ચોક્કસ નંબર કયા આધારે આપવામાં આવે છે?

નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયાની રચના 1988ના સંસદના એક અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. આ ઑથોરિટી ભારતમાં નેશનલ હાઈવેના વિકાસ, સારસંભાળ અને મેનેજમેન્ટ માટે જવાબદાર છે. આ ઑથોરિટીએ પોતાના સભ્યો અને અધ્યક્ષની મદદથી ફેબ્રુઆરી 1995થી કામ કરવાનું શરૂ કર્યું હતું.

Shailesh Thakkar | I am Gujarat 29 May 2018, 4:34 pm
નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયાની રચના 1988ના સંસદના એક અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. આ ઑથોરિટી ભારતમાં નેશનલ હાઈવેના વિકાસ, સારસંભાળ અને મેનેજમેન્ટ માટે જવાબદાર છે. આ ઑથોરિટીએ પોતાના સભ્યો અને અધ્યક્ષની મદદથી ફેબ્રુઆરી 1995થી કામ કરવાનું શરૂ કર્યું હતું.
I am Gujarat how national highway named in india
ભારતમાં જુદા-જુદા હાઈવેને ચોક્કસ નંબર કયા આધારે આપવામાં આવે છે?


ભારત પાસે દુનિયાનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક

ભારતમાં રોડ નેટવર્કનો વિસ્તાર અત્યાર સુધી 5,472,144 કિમી થઈ ચૂક્યો છે, જેમાં નેશનલ હાઈવેનો ભાગ 97,991 કિમી છે. ભારતમાં માલની હેરફેરનું 65% અને પરિવહનનું 80% ટકા રોડના માધ્યમથી કરવામાં આવે છે. ભારતના રોડ નેટવર્કમાં નેશનલ હાઈવેનો ભાગ 1.7% છે જે કુલ રોડ ટ્રાફિકનો 40% ભાર વહન કરે છે. ભારતનું રોડ નેટવર્ક દુનિયામાં બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે.

નેશનલ હાઈવેની સંખ્યા કેવી રીતે નક્કી કરાય છે?

તમામ ઉત્તર-દક્ષિણ દિશાવાળા હાઈવે માટે સમ સંખ્યાનો પ્રયોગ કરવામાં આવે છે. આનું નિર્ધારણ પૂર્વથી પશ્ચિમની તરફ ચડતા ક્રમમાં કરવામાં આવે છે. બીજા શબ્દોમાં ઉચ્ચ દેશાન્તર માટે નાની સંખ્યા અને નિમ્ન દેશાન્તર માટે મોટી સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે NH-2 પૂર્વોત્તર રાજ્યોમાં સ્થિત છે જ્યારે NH-68 રાજસ્થાન અને ગુજરાતમાં સ્થિત છે. દા.ત : NH 8: દિલ્હીથી મુંબઈ સુધી (વાયા જયપુર, અમદાવાદ અને વડોદરા)

ઉચ્ચ અક્ષાંશ માટે નાની, નાના માટે મોટી સંખ્યા

તમામ પૂર્વ-પશ્ચિમ દિશાવાળા નેશનલ હાઈવે વિષમ સંખ્યાનો પ્રયોગ કરવામાં આવે છે. આનું નિર્ધારણ ઉત્તરથી દક્ષિણ તરફ ચડતા ક્રમમાં કરવામાં આવે છે. બીજા શબ્દોમાં, ઉચ્ચ અક્ષાંશ માટે નાની સંખ્યા અને નિમ્ન અક્ષાંશ માટે મોટી સંખ્યાનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે NH-1 જમ્મૂ-કાશ્મિરમાં સ્થિત છે જ્યારે NH-87 તમિલનાડુમાં સ્થિત છે. ઉદાહરણ: NH 11 આગરા-જયપુર-બીકાનેર

નામકરણમાં 4 નંબરનું મહત્વ

પૂર્વથી પશ્ચિમ તરફ જતા ઉત્તર-દક્ષિણ દિશાવાળા નેશનલ હાઈવે માટે ઉપયોગમાં લેવાતી સંખ્યામાં વધારો થાય છે. ઉદાહરણ માટે, જો પૂર્વ ભારતમાં કોઈ ઉત્તર-દક્ષિણ દિશાવાળા નેશનલ હાઈવે માટે 4 નંબરનો પ્રયોગ કરવામાં આવે છે તો મધ્ય ભારત અથવા પશ્ચિમ ભારતમાં એક વિશેષ ઉત્તર-દક્ષિણ દિશાવાળા નેશનલ હાઈવે માટે સંખ્યા 4થી વધારે જ લખવામાં આવશે.

આવા હાઈવે મુખ્ય હાઈવેની બ્રાન્ચ

ત્રણ આંકડાવાળા નંબર ધરાવનારા નેશનલ હાઈવે મુખ્ય હાઈવેના સહાયક રોડ અથવા શાખા હોય છે. ઉદાહરણ તરીકે, 144, 244, 344 વગેરે મુખ્ય નેશનલ હાઈવે 44ની શાખાઓ છે. શાખા હાઈવેના ત્રણ આંકડાઓમાં પહેલો અંક વિષમ હોય તો એવું માનવામાં આવે છે કે, તે રોડ પૂર્વ-પશ્ચિમ દિશામાં સ્થિત છે અને જો પહેલો અંક સમ સંખ્યા હોય તો માનવામાં આવે છે કે, તે રોડ ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિત છે.

આ નંબરોનો શો અર્થ

A, B, C, D વગેરે ત્રણ અંકોવાળા સબ નેશનલ હાઈવેના નામોમાં જોડવામાં આવે છે, જેમાં સબ-નેશનલ હાઈવેના ભાગોનો સંકેત મળે છે. ઉદાહરણ તરીકે, 966, 527 – B વગેરે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો