એપશહેર

ટ્રિપલ તલાકનો ચોંકાવનારો મામલો: લગ્ન પછી પત્નીનું વજન વધી જતાં પતિએ આપ્યા ડિવોર્સ

લગ્ન પછી પત્ની જાડી થવા લાગી તો પતિએ છૂટાછેડા લઈ લીધા. આ મામલો મેરઠથી સામે આવ્યો છે. ટ્રિપલ તલાક પર પ્રતિબંધ પછી પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. આ મામલે મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. કોતવાલી મેરઠ સર્કલ ઓફિસર અરવિંદ કુમાર ચૌરસિયાએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Edited byદીપક ભાટી | Navbharat Times 4 Sep 2022, 5:35 pm
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં 28 વર્ષની એક મહિલાને તેના પતિએ માત્ર એટલા માટે ટ્રિપલ તલાક આપ્યા કારણ કે તે જાડી થઈ ગઈ હતી. મેરઠની રહેવાસી 28 વર્ષીય નજમા બેગમે પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન 8 વર્ષ પહેલા મોહમ્મદ સલમાન સાથે થયા હતા. તેણે દાવો કર્યો હતો કે લગ્ન પછી જ્યારે તેનું વજન વધવા લાગ્યું ત્યારે તેના પતિએ તેને ટોણા મારવાનું અને હેરાન કરવાનું શરૂ કર્યું. બાદમાં ત્રણ વખત છૂટાછેડા લીધા હતા. આ સમગ્ર મામલે આરોપી યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
I am Gujarat Triple Talaq
પ્રતિકાત્મક તસવીર


તલાક આપ્યા બાદ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
મહિલાનો આરોપ છે કે તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મુકી છે અને તે છેલ્લા એક મહિનાથી તેના માતા-પિતા સાથે રહે છે. દંપતીને સાત વર્ષનો પુત્ર પણ છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે સલમાન વિરુદ્ધ મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટ 2019ની કલમ 3/4 અને IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે 28 ઓગસ્ટના રોજ સલમાન પાંચ અન્ય લોકો સાથે તેના માતા-પિતાના ઘરે ગયો હતો અને તેણીને માર માર્યો હતો.

મહિલાના 8 વર્ષ પહેલા સલમાન સાથે લગ્ન થયા હતા
નજમા બેગમે એફઆઈઆરમાં કહ્યું છે કે તેના લગ્ન લગભગ 8 વર્ષ પહેલા મોહમ્મદ સલમાન સાથે થયા હતા. ગત મહિને કિથોર વિસ્તારમાં તેના પિતાના ઘરે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ટ્રિપલ તલાક આપ્યા બાદ છોડી દીધી હતી. કોતવાલી મેરઠ સર્કલ ઓફિસર અરવિંદ કુમાર ચૌરસિયાએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો