એપશહેર

પત્નીનું કોઈ બીજા સાથે હતું અફેર, રંગે હાથ ઝડપીને પતિએ આપી આવી ખતરનાક સજા

મિત્તલ ઘડિયા | I am Gujarat 3 Nov 2019, 2:44 pm
પત્નીને બીજા કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાની જાણ થતાં પતિએ છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના ગ્રેટર નોએડાના સૂરજપુરમાં બની હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રિપોર્ટ પ્રમાણે, મૂળ યૂપીના શાહજહાપુરના આરોપીએ પોતાની પત્નીને કોઈ બીજા પુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ લીધી હતી, ત્યારથી જ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.આ વિવાદ એટલો વધી ગયો કે ગત શુક્રવારે પતિએ ગુસ્સામાં આવીને પત્નીના શરીર પર છરીના ઘા મારી દીધા. બાદમાં પત્નીને લોહીથી લથપથ હાલતમાં જ છોડીને આરોપી પતિ ભાગી ગયો.પાડોશીઓને આ વાતની જાણ થતાં તેઓ પીડિતાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પાડોશીઓનું કહેવું છે કે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા. આરોપી વાસણની દુકાન ચલાવતો હતો.પોલીસે જણાવ્યું કે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને આ મામલે આગળની તપાસ ચાલી રહી છે. આરોપી પોલીસ પકડથી દૂર છે.પાડોશીઓએ તેમ પણ જણાવ્યું કે આરોપીની એક દીકરી પણ છે જે આ બંનેની સાથે જ રહેતી હતી. જ્યારે આરોપીએ તેની પત્નીને છરીના ઘા માર્યા તો તેની દીકરી પણ ત્યાં જ ઉપસ્થિત હતી.બિહારઃ છઠ્ઠ પૂજા વખતે ધરાશાયી થઈ મંદિરની દિવાલ, બે મહિલાના મોત
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો