એપશહેર

હૈદરાબાદ : રેપ આરોપીની પત્ની બોલી, 'બીજાને પણ ગોળી મારો, નહીંતર દફનવિધિ નહીં કરીએ'

Shailesh Thakkar | I am Gujarat 7 Dec 2019, 9:16 pm
હૈદરાબાદ : હૈદરાબાદ રેપ કેસના ચારેય આરોપી શુક્રવારે પોલીસ એનકાઉન્ટરમાં માર્યા ગયા. આ ચાર આરોપીઓમાંથી એકની પત્નીએ શનિવારે પોતાના પતિના મોત પર દુ:ખ અને નારાજગી વ્યક્ત કરી. આરોપી ચેન્નકેશાવુલૂની પત્ની રેણુકાએ કહ્યું કે, ભૂલ કરનારા કેટલા લોકો જેલમાં છે? તેમને પણ ગોળી મારી દેવી જોઈએ. અમે ત્યાં સુધી મૃતદેહોને નહીં દફનાવીએ જ્યાં સુધી જેલમાં બંધ તમામ આરોપીઓને ગોળી મારવામાં ન આવે. રેણુકાની ઉંમર 17 વર્ષ છે અને તે ગર્ભવતી છે. રેણુકાનું કહેવું છે કે, તેની સાથે અન્યાય થયો છે. તે નારાયણપેટ જિલ્લામાં પોતાના ગામમાં કેટલાક અન્ય ગ્રામીણો સાથે ધરણાં પર બેસી ગઈ છે. તેણે શુક્રવારે કહ્યું કે, પોલીસે તેને પણ મારી નાખવી જોઈએ કારણ કે, તે હવે એકલી છે. રેણુકાએ શુક્રવારે કહ્યું હતું કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે, મારા પતિને કંઈ નહીં થાય અને તે જલ્દી પાછો આવી જશે. હવે મને નથી ખબર કે હું શું કરું. મહેરબાની કરી મને પણ ત્યાં લઈ જાઓ જ્યાં મારા પતિને મારવામાં આવ્યા અને મને પણ મારી નાખો.’ સ્થાનીક લોકોએ જણાવ્યું કે, ચારેય આરોપીઓ આર્થિક રીતે નબળા પરિવારમાંથી હતા. ઓછું ભણેલા-ગણેલા હોવા છતાં સારું કમાઈ લેતા હતા અને વિલાસપૂર્ણ જીવનશૈલી સાથે રહેવા માગતા હતા. બધી કમાણી તેઓ દારૂ અને બીજી વસ્તુઓ પર ખર્ચતા હતા. આ દરમિયાન કથિત અથડામણમાં ચારેયના મોત થવાથી અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે. મહિલાઓના એક સમૂહે એનકાઉન્ટર પર ખુશી વ્યક્ત કરી છે. હૈદરાબાદ પોલીસ અનુસાર, શુક્રવારે રેપની ઘટનાનો સીન રીક્રિએટ કરવા માટે આરોપીઓને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસના હથિયાર છીનવી ફાયરિંગ પણ કર્યું. રોકવા છતાં આરોપી ન માન્યા અને તે તમામને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર માર્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો