એપશહેર

નદીની વચ્ચો-વચ્ચ જઈને સેલ્ફી લઈ રહી હતી બે છોકરીઓ, અચાનક પૂરનું પાણી આવ્યું અને...

કોરોનાકાળમાં કોલેજ જતી છોકરીઓ પિકનિક માટે નીકળી હતી. નદીની વચ્ચો-વચ્ચ જઈને સેલ્ફી લેવા જતા પૂરના પાણીમાં ફસાઈ ગઈ.

I am Gujarat 24 Jul 2020, 1:59 pm
બે યુવતીઓને નદીની વચ્ચે ઊભા રહીને સેલ્ફી લેવાનો શોખ ભારે પડી ગયો. જો પોલીસ બંનેને બચાવવા માટે સમય પર ત્યાં ન પહોંચી હોત તો બંનેનો જીવ જોખમમાં મૂકાઈ જાત. ઘટના છિંદવાડા જિલ્લાની છે. અહીં પરફેક્ટ સેલ્ફીના ચક્કરમાં કોલેજની બે વિદ્યાર્થિનીઓએ નદીમાં પાણી વચ્ચે ઘેરાઈ ગઈ. સદનશીબે સમય પર રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયું અને બંનેનો જીવ બચી ગયો.
I am Gujarat river 1



મધ્ય પ્રદેશના છિંદવાડામાં સેલ્ફીના જૂનુનના કારણે 2 છોકરીઓનો જીવ જોખમમાં મૂકાઈ ગયો. પરફેક્ટ સેલ્ફી લેવાના પ્રયાસમાં બંને છોકરીઓ પેંચ નદીની વચ્ચે પથ્થર પર જઈને બેસી ગઈ. આ વચ્ચે નદીમાં અચાનક પાણી આવી ગયું અને વહેણ એટલું વધારે હતું કે બંને ત્યાં જ ફસાઈ ગઈ. બંને છોકરીઓની અન્ય બહેનપણીઓ નદી કિનારે જ ઊભી હતી.

પોતાની બહેનપણીઓને પાણીમાં ફસાયેલી જોઈને તેઓ ગભરાઈ ગઈ. બહાર નીકળવાનો કોઈ ઉપાય નહોતો. પાણી વધી રહ્યું હતું અને બંને ત્યાં ફસાઈ ગઈ. જે બાદ નદી કિનારે ઊભેલી બહેનપણીઓએ પોલીસ અને સ્થાનિક પ્રશાસનને જાણકારી આપી. આ બાદ પોલીસ અને પ્રશાસનની મદદથી છોકરીઓને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ભારે પ્રયાસો બાદ બંનેને નદીમાંથી બહાર સુરક્ષીત કાઢી લેવામાં આવી.

આ ઘટના છિંદવાડાના બેલખેડી ગામની છે. કોલેજમાં અભ્યાસ કરતી 8 છોકરીઓનું ગ્રુપ પિકનિક મનાવવા માટે પેંચ નદીના કિનારે ગયું હતું. બંને યુવતીઓ સેલ્ફી લેવા માટે નદીમાં ઉતરી અને આ દરમિયાન જ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને બંને ત્યાં ફસાઈ ગઈ.

કોરોના કાળમાં પિકનિકસેલ્ફીના ચક્કરમાં જીવ જોખમમાં મૂકવાની આ પહેલી ઘટના નથી. કોરોનાનો પ્રતિબંધ હોવા છતાં પણ આ છોકરીઓ અહીં પિકનિક મનાવવા કેવી રીતે પહોંચી ગઈ, તે નોંધ કરવા જેવી બાબત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો