એપશહેર

કોરોનાના મુશ્કેલીભર્યા દિવસોને યાદ કરીને PM મોદીની આંખમાં આવ્યા ઝળહળિયાં

I am Gujarat 16 Jan 2021, 2:28 pm
નવી દિલ્હીઃ કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશવાસીઓ સાથે વાત કરતા સમયે પીએમ મોદીએ મહામારીના શરૂઆતના દિવસોની મુશ્કેલીને યાદ કરી હતી અને તેમની આંખોમાં ઝળહળિયા આવી ગયા હતા. ગળે ડુમો ભરાયેલા અવાજ સાથે પીએમ મોદીએ એ સમયનો ઉલ્લેખ કરી રહ્યા હતા જ્યારે ભારત પાસે કોરોના સામે લડવા માટે મજબૂત માળખું નહોતું. મોદીએ કહ્યું હતું કે, "કોરોના સાથેની અમારી લડાઈ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની રહી છે. તેમણે કહ્યું, "અમે આ મુશ્કેલ લડાઈ સામે લડવા માટે અમારો આત્મવિશ્વાસ નબળો પડવા નહીં દઈએ, જે દરેક ભારતીયમાં દેખાયું છે. '
I am Gujarat in memory of frontline workers who lost their life pm modi gets emotional while launching corona vaccination program
કોરોનાના મુશ્કેલીભર્યા દિવસોને યાદ કરીને PM મોદીની આંખમાં આવ્યા ઝળહળિયાં


પીએમ મોદી હેલ્થ વર્કર્સને યાદ કરીને ઇમોશનલ થઈ ગયા હતા. તેમણે કહ્યું, "એવા સેંકડો સાથીદારો એવા પણ છે જે ક્યારેય ઘરે પાછા ફર્યા જ નથી. તેમણે બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવની આહુતી આપી દીધી છે. જેથી આજે સમાજ કોરોના રસીને પહેલા આરોગ્ય કર્મીઓને આપીને તેમનું ઋણ ચુકવી રહ્યો છે.

સંઘર્ષના એ દિવસો

મને યાદ છે કે એક દેશમાં જ્યારે ભારતીયોની ટેસ્ટ કરવા માટે મશીનો ઓછા પડી રહ્યા હતા ત્યારે ભારતે આખી લેબ ત્યાં મોકલી આપી હતી. જેથી ત્યાંથી ભારત આવતા લોકોને પરીક્ષણની સમસ્યા ન થાય. ભારતે જે રીતે આ મહામારી સામે લડત આપી છે તે આજે સમગ્ર વિશ્વ માની રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ, દરેક સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓએ તેઓ સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે અને વધુ સારું કરી શકે છે, આ ઉદાહરણો ભારત દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

પરદેશોમાંથી પોતાનાને સહીસલામત પરત લાવ્યા

વડાપ્રધાને રસીકરણ અભિયાનનો પ્રારંભ કરતી વખતે ભૂતકાળના મુશ્કેલીના દિવસોને યાદ કર્યા હતા. તેમણે ભારે અવાજે કહ્યું, "જનતા કર્ફ્યુ કોરોના વિરુદ્ધ આપણા સમાજના સંયમ અને શિસ્તની કસોટી હતી, જેમાં દરેક દેશવાસીઓ સફળ થયા હતા. જનતા કર્ફ્યુએ દેશને લોકડાઉન માટે મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કર્યો હતો. અમે તાળ-થાળી અને દીવા પ્રગટાવીને દેશના આત્મવિશ્વાસને જાળવી રાખ્યો હતો. એવા સમયે જ્યારે કેટલાક દેશોએ ચીનમાં વધતા જતા કોરોના વચ્ચે પોતાના નાગરિકોને ભગવાના ભરોસે છોડી દીધા હતા, ત્યારે ભારતે ચીનમાં ફસાયેલા દરેક ભારતીયને પાછા લાવ્યા હતા. અને માત્ર ભારત જ નહીં, અમે અન્ય ઘણા દેશોના નાગરિકોને પણ પાછા લાવ્યા છીએ. "

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો