એપશહેર

એર ફોર્સનું વિમાન 29 લોકો સાથે બંગાળની ખાડીમાં લાપતા

I am Gujarat 22 Jul 2016, 3:27 pm
ચેન્નઈઃ ઇન્ડિયન એર ફોર્સનું એક વિમાન શુક્રવારે સવારે ખરાબ હવામાનને કારણે બંગાળની ખાડીમાં લાપતા થઈ ગયું હતું. વિમાનમાં કુલ 29 લોકો સવાર હતા. એર ફોર્સના આ AN-32 વિમાને શુક્રવારે સવારે ચેન્નઈના તંબારામથી આંદામાન-નિકોબારસ્થિત પોર્ટ બ્લેયર માટે ઉડાણ ભર્યું હતું. સવારે લગભગ 8.45 વાગ્યે રડાર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો પોર્ટ બ્લેયર પહોંચવામાં સંભવિત સમય સવારે 11.30 વાગ્યાનો હતો, પરંતુ તે આ સમય સુધીમાં પહોંચી શક્યું નહોતું. ત્યાર બાદ વિમાન વિશે કોઈ જાણકારી મળી શકી નહોતી.
I am Gujarat india air force plane with 29 on board goes missing
એર ફોર્સનું વિમાન 29 લોકો સાથે બંગાળની ખાડીમાં લાપતા



ઇન્ડિયન એર ફોર્સના વિમાનનો આ જ યોગ્ય રૂટ હતો. વિમાનને ચેન્નઈથી ટેક્ઓફ થઈને બંગાળની ખાડી પરથી પસાર થઈ પોર્ટ બ્લેયર પહોંચવાનું હતું.

નેવી, કોસ્ટ ગાર્ડ અને એર ફોર્સે સાથે મળીને વિમાનની શોધખોળ શરૂ કરી છે. વિમાનમાં સવાર 29 લોકોમાંથી 6 ક્રૂ મેમ્બર હતા. નેવીએ તેના P8 I એરક્રાફ્ટ અને કારમુખ, ઘડિયાળ, જ્યોતિ અને કુઠાર જહાજોને લાપતા વિમાનની શોધખોળમાં મૂક્યાં છે. લાપતા થયેલું વિમાન ઇંધણ વિના ચાર કલાક સુધી ઊડી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો