એપશહેર

આવતીકાલથી દેશભરમાં કોરોના રસીકરણની શરૂઆત, વડાપ્રધાન મોદી કરાવશે પ્રારંભ

ભારતમાં શનિવારથી દેશવ્યાપી કોવિડ-19 વેક્સિનેશનની શરૂઆત થઈ જશે, ઓક્સફોર્ડ અને ભારત બાયોટેકની વેક્સિનને મળી છે મંજૂરી

I am Gujarat 15 Jan 2021, 11:15 pm
નવી દિલ્હીઃ ભારતમાં શનિવારે એટલે કે 16 જાન્યુઆરીએ કોરોના વાયરસ માટે દેશવ્યાપી વેક્સિનેશન (રસીકરણ)ની શરૂઆત થઈ જશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ ઓક્સફોર્ડની કોરોના વેક્સિન કોવિશિલ્ડ તથા ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી છે. ઓક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનનું મેન્યુફેક્ચર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ભારત બાયોટેકની વેક્સિન સ્વદેશી વેક્સિન છે. દેશભરમાં અત્યાર સુધી વેક્સિનની બે ડ્રાય રન યોજવામાં આવી છે જેનાથી વેક્સિનેશનની સિસ્ટમ યોગ્ય રીતે ચાલે છે કે નહીં તેનો ખ્યાલ આવ્યો છે. સરકાર જૂલાઈ સુધીમાં 300 મિલિયન લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક ધરાવે છે.
I am Gujarat vaccination11


વડાપ્રધાન મોદી કોવિડ-19 વેક્સિનેશનની શરૂઆત કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શનિવારે સવારે 10.30 વાગ્યે દેશભરમાં કોવિડ-19 રસીકરણનો પ્રારંભ કરાવશે, તેમ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. રસીકરણની શરૂઆત માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 3,006 સેશન વર્ચ્યુઅલી કનેક્ટ રહેશે અને પ્રથમ દિવસે પ્રત્યેક સેશન સાઈટ પરથી 100 જેટલા લાભકર્તાઓને રસી આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે વડાપ્રધાન વિડીયો લિંક દ્વારા પ્રથમ દિવસે વેક્સિન લેનારા સ્વાસ્થ્ય કર્મીઓમાંથી કેટલાક લોકો સાથે વાતચીત કરી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને તૈયારીઓનું રિવ્યુ કર્યું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને દેશવ્યાપી કોવિડ-19 વેક્સિનેશન ડ્રાઈવની તૈયારીઓનું રિવ્યુ કર્યું હતું. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયના પરીસરમાં આવેલા નિર્માણ ભવનમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ કંટ્રોલ રૂપની મુલાકાત લીધી હતી. કોવિડ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન હર્ષ વર્ધને Co-Winના પ્રત્યેક પાસાને ઝીણવટપૂર્વક જોયા હતા. Co-Win સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું ડિજિટલ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ રસીકરણના કાર્યક્રમ માટે બનાવવામાં આવ્યું છે.

ડીજીસીએ દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી
એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા એરલાઈન્સ માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે જે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં કાર્ગો લઈ જવા ઈચ્છે છે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે જે એરલાઈન્સ પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં કાર્ગો લઈ જવા ઈચ્છે છે તેમણે 10 દિવસ પહેલા ડીજીસીએને અરજી કરવી પડશે. પ્રતિ સીટમાં 22.5 કિલોથી વધારે કાર્ગો લઈ જઈ શકાશે નહીં જ્યારે ત્રણ સીટ પર કાર્ગોનું વજન 50 કિલોથી વધુ હોવું જોઈએ નહીં. આ ઉપરાંત કાર્ગોની ઊંચાઈ સીટની ઊંચાઈ કરતા વધારે હોવી જોઈએ નહીં.

Read Next Story