એપશહેર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ, ભારતે કદાચ 'વધારે ખરાબ સમય'નો સામનો નહીં કરવો પડે

વિપુલ પટેલ | I am Gujarat 10 Apr 2020, 5:11 pm
નોઈડા: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને ફેમિલી વેલફેર હર્ષ વર્ધને ગુરુવારે કહ્યું કે, સરકારે લીધેલા વિવિધ પગલાંઓને કારણે ભારતે કદાચ કોવિડ-19 મહામારીના ‘વધારે ખરાબ સમય’નો સામનો નહીં કરવો પડે. ‘કોવિડ-19 ફેલાઉટ એન્ડ ફ્યુચર’ પરની ‘બેનેટ યુનિવર્સિટીની ગ્લોબલ ઓનલાઈન કોન્ફરન્સમાં બોલતા સ્વાસ્થ્ય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, સરકાર વિવિધ સ્ટ્રેટેજી અપનાવીને વાઈરસના ફેલાવાને ઓછો કરવામાં સફળ રહી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialતેમણે કહ્યું કે, ‘એક્ટિવ સ્કેનિંગ, કોમ્યુનિટી સર્વેલન્સ, આશા વર્કરોની સંખ્યા વધારવી, અને સ્વાસ્થ્ય માળખાને અપગ્રેડ કરવા જેવા પગલાંથી ભારતમાં સંક્રમણનો રેટ ઘટ્યો.’જાન્યુઆરીમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો તે સાથે જ ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, ‘વિદેશથી આવેલા લોકોનું એગ્રેસિવ સ્ક્રીનિંગ અને તેમની કોન્ટેક્ટ હિસ્ટ્રીની તપાસ કરવાને પગલે સરકારને સમય રહેતા દર્દીઓને ઓળખવામાં મદદ મળી.’ તેમણે કહ્યું કે, સોશયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન આ મહામારી સામે લડવાની ભારતની ‘અસરકારક સામાજિક દવા’ છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી કે, વધુ 48,000 વેન્ટિલેટરો ટૂંક સમયમાં જ આવી જશે અને તેના દ્વારા ભારત આ મહામારીના અતિ ખરાબ સમયને કૂદાવી જશે.આ મહામારીની આર્થિક અસરો અંગે વાત કરતા પૂર્વ ચીફ આર્થિક સલાહકાર ડો. વિરમણીએ કહ્યું કે, હાલના લોકડાઉનની અસર જીડીપીના 2.8 ટકા છે. તેમણે કહ્યું કે, ‘જો આ લોકડાઉન એપ્રિલના અંત સુધી વધારાશે તો આ અસર 5 ટકા અને જો મેના અંત સુધી ખેંચાશે તો તે 9 ટકા રહેશે. ‘પૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી સુભાષ ચંદ્રા ગર્ગએ કહ્યું કે, માઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટાભાગના સેક્ટરોને આ મહામારીથી અસર થઈ છે. તેમણે કહ્યું કે, ઈકોનોમીનો બે તૃતિયાંશ ભાગ ખોટ સહન કરી રહ્યો છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો