એપશહેર

કોરોના કાળમાં ભારતની સ્ટીલ નિકાસ બે ગણી વધારે થઈ, ચીનનો પણ ફાળો

ભારત તરફથી #BoyCottChina ચળવળ ચલાવવામાં આવી રહી છે અને તેની અસર પણ જોવા મળે છે. ઉપરાંત બીજી બાજુ ચીને 1.3 મિલિયન ટન સ્ટીલ ખરીદ્યું છે.

I am Gujarat 29 Aug 2020, 12:17 am
નવી દિલ્હીઃ કોરોનાકાળમાં ભારતના સ્ટીલ નિકાસમાં ખૂબ જ ઝડપ આવી છે. એપ્રિલ-જુલાઈ વચ્ચે ભારતની સ્ટીલ નિકાસ ગત છ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. ધ્યાન આપનાર બાબત એ રહી કે ભારતની આ નિકાસ ઝડપમાં સૌથી મોટું યોગદાન ચીનનું રહ્યું છે. ડેટા અનુસાર, ભારતના નિકાસમાં બે ગણી ઝડપ આવી છે.
I am Gujarat india steel export doubles between april july chinese demands increased
કોરોના કાળમાં ભારતની સ્ટીલ નિકાસ બે ગણી વધારે થઈ, ચીનનો પણ ફાળો


ભારત ચીનને કરી રહ્યું છે બોયકૉટ
ગલવાન ઘાટી ઘટના પછી ભારત અને ચીન વચ્ચે ટેન્શન એકદમ ચરમસીમા પર છે. ભારત તરફથી #BoyCottChina ચળવળ ચલાવવામાં આવી રહી છે અને તેની અસર પણ જોવા મળે છે.

કિંમતમાં પછડાટની અસર
ચીન તરફથી માંગ વધવાના કારણે વેપારીઓનું કહેવું છે કે, કિંમતમાં આવેલી ઉણપના કારણે ડિમાન્ડ વધી છે. કોરોનાના કારણે ડોમેસ્ટિક ડિમાન્ડમાં ખૂબ જ પછડાટ આવી છે. બીજી બાજુ ચીન કોરોના પર કંટ્રોલ કરી ચૂક્યું છે. જેથી ત્યાં ઔદ્યોગિક ગતિવિધિઓ પણ ઝડપથી ચાલી રહી છે. આથી ત્યાં ડિમાન્ડ વધી છે.

ચીને 1.3 મિલિયન ટન સ્ટીલ ખરીદ્યું
આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો ટાટા સ્ટીલ અને જેએસડબલ્યૂ સ્ટીલે એપ્રિલથી જુલાઈ વચ્ચે સમગ્ર વિશ્વમાં 4.64 મિલિયન ટન ફિનિશ્ડ એન્ડ સેમી-ફિનિશ્ડ સ્ટીલ નિકાસ કરી છે. ડેટા અનુસાર 2019ના આ સમયગાળા દરમિયાન માત્ર 1.93 મિલિયન ટન સ્ટીલ નિકાસ કરવામાં આવ્યું હતું. 4.64 મિલિયન ટન સ્ટીલમાંથી વિયેતનામે 1.37 મિલિયન ટન અને ચીને 1.3 મિલિયન ટન સ્ટીલ ખરીદ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો