એપશહેર

BSF જવાનની ક્રૂર હત્યાનો ભારતે લીધો બદલો?

વિપુલ પટેલ | I am Gujarat 29 Sep 2018, 12:06 am
I am Gujarat india take reveng of bsf jawan killing rajnath singh indicates surgical type action
BSF જવાનની ક્રૂર હત્યાનો ભારતે લીધો બદલો?


સરહદ પર મોટી કાર્યવાહીનો આપ્યો સંકેત

મુઝફ્ફરનગર: ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે મુઝફ્ફરનગરમાં શહીદ સ્મારક પર સરદાર ભગત સિંહની પ્રતિમાનું લોકાપર્ણ કર્યું અને કાર્યક્રમમાં સંબોધન કર્યું. અહીં પોતાના ભાષણ દરમિયાન તેમણે સરહદ પર કોઈ મોટી કાર્યવાહીનો સંકેત આપ્યો. તેમના ભાષણ બાદ લોકો જાત-ભાતના કયાસ લગાવી રહ્યા છે.

રાજનાથ સિંહે શું કહ્યું?

BSFને આપી છે આ સૂચના

તેમણે મંચ પર બેઠેલા લોકોને પૂછ્યું, તમને લોકોને ખબર છે? તેમણે વધુમાં જણાવ્યું કે, ‘કંઈક થયું છે અને આગળ પણ જોશો ઘણું બધું થશે. મેં આપણા બીએસએફ જવાનોને કહ્યું છે કે પાકિસ્તાન આપણું પડોશી છે, બસ પહેલી ગોળી ન ચલાવતા અને જો ત્યાંથી એક ગોળી ચાલે તો તમારી ગોળી ગણતા નહીં.’

‘ભારત-ચીન બોર્ડર પર હવે માત્ર થાય છે ધક્કા-મુક્કી’

તે ઉપરાંત ભારત-ચીન બોર્ડર પર તણાવને લઈને રાજનાથ સિંહે કહ્યું કે, ‘મેં જવાનોને પૂછ્યું કે, ઈન્ડો-ચાઈના બોર્ડર પર શું થાય છે? તો તેમણે જણાવ્યું કે, એ તરફથી લોકો આવે છે, ફેસ-અપ થાય છે. એ લોકો પણ હથિયાર નથી કાઢતા, અમે લોકો પણ હથિયાર નથી કાઢતા. પછી એકબીજાને ધક્કા-મુક્કી કરે છે અને તે પાછા જતા રહે છે.’ તેમણે કહ્યું કે, ‘તમે કલ્પના કરો કે તે આ એ જ ચીન છે, જેણે ભારત પર હુમલો કર્યો હતો. આજે ભારત-ચીન બોર્ડર પર માત્ર ધક્કા-મુક્કી થાય છે અને એકબીજાને થેક્યું કહીને જતા રહે છે. તેનો અર્થ એ થાય છે કે, ભારત હવે એક નબળો દેશ નથી રહ્યો, પરંતુ ભારત પણ દુનિયાનો એક શક્તિશાળી દેશ બની ગયો છે.’
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો