એપશહેર

વર્ષ 2024 સુધીમાં ખતમ થઈ જશે વેઈટિંગ લિસ્ટ, રેલવેનો આ છે મોટો પ્લાન

રેલવે માગ આધારિત પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના ઘડી રહી છે અને તેમનો વર્ષ 2024 સુધીમાં વેઈટિંગ લિસ્ટ (waiting list)ની જોગવાઈને ખતમ કરવાનો પ્લાન છે.

I am Gujarat 18 Dec 2020, 3:56 pm
નવી દિલ્હી: રેલવે માગ આધારિત પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના ઘડી રહી છે અને તેમનો વર્ષ 2024 સુધીમાં વેઈટિંગ લિસ્ટ (waiting list)ની જોગવાઈને ખતમ કરવાનો પ્લાન છે. સાથે જ રેલવે ફ્રેટ (માલભાડું) મૂવમેન્ટમાં પોતાની હિસ્સેદારી હાલ 27 ટકાથી વધારીને વર્ષ 2030 સુધીમાં 45 ટકા સુધી પહોંચાડવાની યોજના છે. આ તમામ નેશનલ રેલ પ્લાનનો હિસ્સો છે.
I am Gujarat q1


સાથે જ રેલવેએ વિઝન 2024 હેઠળ વર્ષ 2024 સુધી ફ્રેટ (માલભાડું) મૂવમેન્ટ 2024 મિલિયન ટન પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે જે વર્ષ 2019માં 1210 મિલિયન ટન હતું. ગત વર્ષે ટોટલ નેશનલ ફ્રેટ (માલભાડું) 4700 મિલિયન ટન હતું જેમાં રેલવેનો હિસ્સો 27 ટકા હતો. ઈન્ડિયન રેલવેએ 2026 સુધીમાં નેશનલ ફ્રેટ (માલભાડું) મૂવમેન્ટને 6400 મિલિયન ટન પહોંચાડવાનું અનુમાન લગાવ્યું છે.

રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે આ માટે 2.9 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ જોઈએ. અમે નેશનલ રેલ પ્લાન વિશે સ્ટેકહોલ્ડરની સલાહ લઈશું અને આશા છે કે એક મહિનામાં તેને અંતિમરૂપ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે જ ઓપરેટિંગ કોસ્ટને ઓછી કરવામાં આવશે અને ફ્રેટ (માલભાડું)ના ટેરિફને વ્યવહારિક બનાવવામાં આવશે.

યાદવે કહ્યું કે રેલવેએ તમામ મહત્વની પરિયોજનાઓને વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવા માટેનું ફંડ એકત્રિત કરવાની વ્યવસ્થા કરી છે. કોરોના વાયરસની મહામારીના કારણે ઘણાં મહિનાથી રેલ ટેરિફ બંધ હોવાથી પેસેન્જર ટ્રેન રેવન્યુમાં ભારે નુકસાન થયું છે. આ વર્ષે પેસેન્જર રેવન્યુના 15000 કરોડ રૂપિયા રહે તેવું અનુમાન છે જે ગત વર્ષે 53 હજાર કરોડ રૂપિયા હતી. આ વર્ષે અત્યાર સુધી પેસેન્જર ટ્રેન રેવન્યુ 4600 કરોડ રૂપિયા છે. પરંતુ, ફ્રેટ (માલભાડું) રેવન્યુ અને લોડિંગમાં 10 ટકા તેજીનું અનુમાન છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો