એપશહેર

વૃદ્ધને ફ્લાઈટમાં આવ્યો હાર્ટ અટેક, ડૉક્ટરે આ ટ્રીટમેન્ટથી બચાવ્યો જીવ

નવરંગ સેન | TNN 19 Dec 2018, 1:37 pm
ઈન્દોર: ડૉક્ટરને ભગવાનનું બીજું રુપ કહ્યા છે, અને આ વાતનો સાક્ષાત્કાર ચેન્નૈના અનંતરામનને એવો થયો કે તેઓ ઈન્દોરના ડૉ. અખિલેશ દુબેનો અહેસાન જીવશે ત્યાં સુધી નહીં ભૂલી શકે. અનંતરામન ઈન્દોરથી ફ્લાઈટ પકડી ચેન્નૈ જઈ રહ્યા હતા, ડૉ. અનંતરામન પણ આ જ પ્લેનમાં સવાર હતા. કલાક પછી કંઈક એવું બન્યું કે જેની અનંતરામને કલ્પના પણ નહોતી કરી. અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો પ્લેન 35,000 ફીટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું, ત્યારે રાત્રે 9.10 કલાકે અચાનક જ અનંતરામનને હાર્ટ અટેક આવ્યો, અને તેઓ પોતાની સીટ પર બેહોશ થઈ ગયા. તેમની બાજુમાં બેઠેલા પેસેન્જરે કેબિન ક્રુને આ અંગે જાણ કરી, અને કેબિન ક્રુએ ફ્લાઈટમાં કોઈ ડૉક્ટર છે કે તેની અનાઉન્સમેન્ટ કરી. તરત જ ડૉ. દુબે આગળ આવ્યા, અને તેમણે મોરચો સંભાળી લીધો. પ્લેન હૈદરાબાદ ક્રોસ કરી ચૂક્યું હતું, અને ચેન્નૈથી થોડે જ દૂર હતું. કન્સલ્ટન્ટ ફિઝિશિયન એવા ડૉ. દુબેએ અનંતરામનની નાડી તપાસી, તેમાં કોઈ હલચલ નહોતી. અનંતરામનના શ્વાસ પણ બંધ થઈ ચૂક્યા હતા, અને શરીર ઠંડુ પડી ગયું હતું. ડૉક્ટરે તેમને સીટમાંથી ઉતારી નીચે સૂવાડી દીધા, અને સીપીઆર આપવાનું શરુ કરી દીધું. સીપીઆર આપવાનું શરુ કર્યાના દોઢ મિનિટ બાદ અનંતરામનનો શ્વાસ ફરી શરુ થઈ ગયો, અને તેઓ ભાનમાં આવી ગયા. ડૉક્ટરે તેમને તેમનું નામ પણ પૂછ્યું અને તેઓ ડાયાબિટિક છે કે કેમ તેની માહિતી પણ લીધી. ડૉક્ટરની સલાહ પર પાઈલટે ચેન્નૈ એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડિંગની પરમિશન માગી, અને તે મળી પણ ગઈ. થોડીવારમાં જ પ્લેન ચેન્નૈ લેન્ડ થઈ ગયું. પાઈલટે આગોતરી માહિતી આપી દીધી હોવાથી એરપોર્ટ પર એમ્બ્યુલન્સ પણ તૈયાર જ રખાઈ હતી, જેમાં અનંતરામનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અનંતરામનની સ્થિતિ હાલ ખતરાની બહાર છે. જુઓ, કઈ રીતે અપાય છે સીપીઆર
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો