એપશહેર

અહીં ટ્રાફિકના નિયમો તોડવા પર પરિવાર સહિત પોલીસ સ્ટેશન જવું પડશે

Yogesh Gajjar | I am Gujarat 26 Jul 2018, 11:05 pm
I am Gujarat indore police brings family for breaking traffic rules
અહીં ટ્રાફિકના નિયમો તોડવા પર પરિવાર સહિત પોલીસ સ્ટેશન જવું પડશે


ટ્રાફિકનો નિયમ તોડવા પર પોલીસ આપશે નવી સજા

ઈન્દોરમાં ટ્રાફિકના નિયમો તોડનારા માટે પોલીસ અલગ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ હવે ટ્રાફિક નિયમ તોડનારાને પરિવાર સહિત પોલીસ સ્ટેશન લઈ જશે. જોકે પોલીસ સ્ટેશનમાં તમને જેલમાં બંધ નહીં કરવામાં આવે, પરંતુ તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવશે કે ટ્રાફિક નિયમો તોડવાથી શું નુકસાન થઈ શકે છે, અને કેવી રીતે બચી શકાય.

મેમો નહીં ફાડવામાં આવે

હકીકતમાં આ સમગ્ર અભિયાન એવા લોકોને સુધારવા માટે શરૂ કરાઈ રહ્યું છે જે ટ્રાફિક નિયમો તોડતા પકડાય છે અને દંડ ફરી દે છે. પરંતુ ફરીથી સુધરવાને બદલે ટ્રાફિક નિયમો તોડે છે. પોતાની સાથે અન્ય લોકોનું જીવન પણ મુશ્કેલીમાં મુકે છે.

પોલીસ સ્ટેશનમાં કરાશે પરિવારનું કાઉન્સેલિંગ

ડીઆઈજી મુજબ ઈન્દોરના પિપલિયાહાનામાં ટ્રાફિક કાઉન્સેલિંગનો સેટ-અપ બનાવાયો છે, જ્યાં ટ્રાફિન નિયમો તોડનારા અને પરિવારના સભ્યોને અલગ-અલગ અકસ્માતની તસવીરો અને તેમાં થનારી ઘટનામાં મૃત્યુના આંકડા તથા વીડિયો બતાવાશે. આ સાથે અકસ્માત સાથે-સાથે જિંદગી પર બનેલી શોર્ટ ફિલ્મો પણ બતાવાશે. ડીઆઈજી મુજબ તેનો હેતૂ પરિવારને ડરાવવાનો નહીં, પરંતુ તેઓ પોતાના પરિજનને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવે તેવો છે.

ચાલકને પરિવારની સામે શપથ લેવડાવશે

આ સમગ્ર પ્રક્રિયા માટે સૌથી પહેલા ટ્રાફિન નિયમો તોડાનારા જેવા કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, ઓવર સ્પીડિંગ અથવા અન્ય નિયમો તોડવા પર મેમોના આધારે વ્યક્તિની સિલેક્ટ કરવામાં આવશે અને પછી તેને પરિવાર સહિત પોલીસ સ્ટેશન બોલાવામાં આવશે. કાઉન્સેલિંગ બાદ તેને પરિવાર સામે જ શપથ લેવડાવાશે કે તે હવેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો