એપશહેર

ઈન્સાઈડ સ્ટોરીઃ 2 અઠવાડિયાથી રોજ વાતચીત કરતા હતા ફડણવીસ અને અજિત પવાર

Tejas Jinger | I am Gujarat 24 Nov 2019, 10:59 am
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ પોલિટિકલ ડ્રામામાં પવાર ફેમિલીનો અંતર્કલેહ બહાર આવ્યો છે. ભત્રીજાની બળવાખોરી બાદ શરદ પવાર આનન-ફાનનમાં ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા અને હાલ પલડું સિનિયર પવારનુ ભારે છે અને ડેપ્યુટી સીએમ બનેલા અજિત પવાર અલગ પડી ગયેલા દેખાય છે. આવી સ્થિતિ આવી કઈ રીતે? અજિત પવારે અચાનક ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કઈ રીતે કર્યો? NCP કે પવાર ફેમિલીમાં કેમ કોઈને આની જાણ ના થઈ? અમારા સહયોગી અખબાર મુંબઈ મિરરે આ તમામ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરી છે. વાંચો પવાર ફેમિલીમાં થયેલી વિદ્રોહની ઈનસાઈડ સ્ટોરી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: 17 નવેમ્બરે અજીત પવારે આપ્યા હતા સંકેતઅજિત પવારે પુણેમાં શરદ પવારના ઘરે 17 નવેમ્બરે થયેલી NCP બેઠકમાં પોતાના ભવિષ્યના પગલા અંગેના સંકેત આપ્યા હતા. બેઠકમાં અજિત પવારે એવું કહીને સૌને ચોંકાવી દીધા હતા કે NCPએ શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના બદલે આગામી સરકાર બનાવવામાં ભાજપની મદદ કરવી જોઈએ. તેમના પ્રસ્તાવને ફગાવી દેવાયો હતો, કારણ કે ત્યારે NCP, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી હતી. તેમની વચ્ચે દિલ્હી અને મુંબઈમાં બેઠકોનો દોર ચાલી રહ્યો હતો.મહારાષ્ટ્રનું મહાભારતઃ અહેમદ પટેલે ધારાસભ્યોને શું ચેતવણી આપી?ફડણવીસ-અજિત વચ્ચે વાતચીત થતી રહેતી હતીમુંબઈ મિરરના ઘણાં સૂત્રોએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે 10 નવેમ્બરે પહેલીવાર વાતચીત થઈ હતી. આ પછી બન્ને નેતાઓ દરરોજ વાતચીત કરતા હતા. ઘણી વખત એક જ દિવસમાં ઘણી વખત વાતચીત થતી હતી. બન્ને જાણતા હતા કે જો તેમની વચ્ચેની થોડી પણ વાતચીત લીક થઈ તો આખો પ્લાન ખરાબ થઈ શકે છે. અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસમાં કશું રંધાઈ રહ્યુ છે તેની જાણકારી NCPમાં માત્ર ધનંજય મુંડ અને સુનીલ તટકરેને જ હતી. તટકરે અજિત પવારના ઘણાં જ ખાસ મનાય છે. મુંડેની પસંદગી એટલા માટે થઈ કારણ કે ફડણવીસને તેમના પર વિશ્વાસ હતો.આ ઘટનામાં આરએસએસ (RSS)ની ભૂમિકાઆ ઘટનાક્રમમાં આરએસએસની ભૂમિકા હોવાની પણ વાતો થઈ રહી છે. અજિત પવારના મેટરનલ પિતરાઈ ભાઈ જગદીશ કદમ આરએસએસ સાથે જોડાયેલા છે. તેમને પવાર ફેમિલીમાં મતભેદ વધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કદમ ડેક્કન એજ્યુકેશન સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. આ સોસાયટી મહારાષ્ટ્રમાં ઘણી નામી કૉલેજ અને સંસ્થાઓ ચલાવે છે અને તેનું નિયંત્રણ આરએસએસ કરે છે. કદમે અજિત પવાર સાથે વાતચીત કરી અને તેમને વિશ્વાસમાં લીધા. અજિતને લાગતું હતું કે તેઓ પાર્ટીમાં હાંશિયામાં ધકેલાઈ ગયા છે. તેમના દીકરાની લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી. તેમના ભત્રીજા રોહિત પવારનો પાર્ટીમાં ઉદય થઈ રહ્યો છે.

Read Next Story