એપશહેર

યુરોપિયન સેટેલાઈટ એજન્સીથી સફળતાપૂર્વક લોન્ચ કરાયો કમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-30

Tejas Jinger | I am Gujarat 17 Jan 2020, 8:30 am
બેંગ્લુરુઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો સંચાર ઉપગ્રહ (કમ્યુનિકેશન સેટેલાઈટ) જીસેટ-30ને શુક્રવારે સવારે યુરોપિયન અંતરિક્ષ એજન્સીથી સફતાપૂર્વક લોન્ચ કર્યો છે. તેને ભારતીય સમયાનુંસાર 2 વાગ્યેને 35 મિનિટે એરિયન-5 રોકેટ દ્વારા રવાના કરાયો છે. નોંધનીય છે કે જીસેટ-30 કમ્યુનિકેશન સેટેલાઈટ ઈનસેટ-4Aની જગ્યા લેશે, જેને વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવતો હતો. આ ભારતીય ટેલિકમ્યુનિકેશન સેવાઓને સારી બનાવવામાં મદદરુપ બનશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જીસેટ-30 સેટેલાઈટ સક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ બેટ પર કૌરોના એરિયન લોન્ચિંગ સ્ટેશન પરથી લોન્ચ કરાયો છે. આ ભારતનો 42મો એવો સેટેલાઈટ છે, જેને એરિયનસ્પેસના એરિયન રોકેટથી લોન્ચ કરાયો. જણાવી દઈએ કે એરિયન સ્પેસ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ની વાણિજ્યિક શાખા છે અને ભારત સાથે જૂના સંબંધો છે. જેની મદદથી ઘણાં ભારતીય ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલાય છે. ઈન્સેટ -4A ની જગ્યા લેશે જીસેટ-30 જીસેટ-30 જીસેટ સીરિઝનો ઘણો શક્તિશાળી ઉપગ્રહ છે. તેની મદદથી દેશમાં કમ્યુનિકેશન સિસ્ટમ વધારે સારી બનશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, આ ઉપગ્રહ ઈનસેટ-4Aની જગ્યા લેશે અને તેની કવરેજ ક્ષમતા વધારશે. જીસેટ-30નું વજન 3,357 કિલોગ્રામ છે. કહેવાય છે કે આ કમ્યુનિકેશ સેટેલાઈટથી રાજ્ય સંચાલિત અને ખાનગી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને કમ્યુનિકેશન લિંક આપવાની ક્ષમતામાં સુધાર કરી શકાશે.
ઈસરોએ જણાવ્યું કે, આ ઉપગ્રહ કેયુ બેંડમાં ભારતીય મુખ્ય જમીન અને બેટોને, સી બેંડ ખાડી દેશો, મોટી સંખ્યામાં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાને કવરેજ પ્રદાન કરે છે. 30 વર્ષના મિશન સમયગાળાવાળા જીસેટ ઉપગ્રહ ડીટીએચ, ટેલિવિઝન અપલિગ અને વીસેટ સેવાઓ માટે ક્રિયાશીલ સંચાર ઉપગ્રહ છે. કમ્યુનિકેશન સેવાઓ માટે કરાશે ઉપયોગ ઈસરોએ કહ્યું કે જીસેટ-30 કમ્યુનિકેશન પેલોડને આ અંતરિક્ષ યાનમાં વધારે ટ્રાન્સપોન્ડર લગાવવા માટે ખાસ તૈયાર કરાયો છે. સ્પેસ એજન્સી મુજબ ઉપગ્રહનો ઉપયોગ વ્યાપક રીતે વીસેટ નેટવર્ક, ટેલીવિઝન અપલિંકિંગ, ટેલીપોર્ટ સેવાઓ, ડિઝિટલ સેટેલાઈટ ખબર સંગ્રહણ (ડીએસએનજી), ડીટીએચ ટેલીવિઝન સેવાઓ વગેરે માટે કરાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો