એપશહેર

Jammu Kashmir News:જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનના કારણે ખીણમાં પડતાં ત્રણ જવાનના મોત

Kupwara Accident : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના કારણે ખીણમાં પડી જવાના કારણે ભારતીય સેનાના ત્રણ જવાન મોત થયા હતા. તેઓ કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેમનું વાહન પડ્યું હતું, ઘટનાસ્થળ પર જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણેય જવાનોના મૃતદેહને તરત જ બહાર કાઢવામાં આવ્યા છે. નવેમ્બરમાં પણ આવી ઘટના બની હતી.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 11 Jan 2023, 12:44 pm

હાઈલાઈટ્સ:

  • ભૂસ્ખલન દરમિયાન સેનાના ત્રણ જવાનો ઊંડી ખીણમાં પડતાં મોત થયા
  • કુપવાડાના રસ્તા બરફથી છવાયેલા હોવાથી ગાડી ટ્રેક પરથી લપસી ગઈ હતી
  • ગત નવેમ્બરમાં માછીલ સેક્ટરમાં હિમસ્ખલનના લીધે ત્રણ જવાન મોત થયા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat indian army
ભૂસ્ખલનના કારણે ઊંડી ખીણમાં પડવાથી ભારતીય સેનાના ત્રણ જવાન થયા શહીદ (ફાઈલ તસવીર)
Jammu Kashmir Avalanche :જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આજે (11 જાન્યુઆરી) સવારે મોટી દુર્ઘટના બની હતી. કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ભૂસ્ખલન દરમિયાન ભારતીય સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી જવાના કારણે મોત થયા હતા. ત્રણેય જવાનના પાર્થિવ દેહને ખીણમાંથી કાઢવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા ત્રણ જવાનોમાં 1 જેસીઓ (જૂનિયર કમિશન્ડ અધિકારી) અને બે ઓઆર સામેલ છે. જે વિસ્તારમાં આ જવાન ખીણમાં પડ્યા તે બર્ફીલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રેગ્યુલર ઓપરેશન ટાસ્ક દરમિયાન 1 જેસીઓ અને બે ઓઆરના એક દળને લઈ જઈ રહેલું વાહન બરફથી ઢંકાયેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે ગાડી અચાનક સ્લિપ થઈ હતી અને સીધી ઊંડી ખાડીમાં પડી હતી. ખીણ એટલી ઊંડી હતી કે, કારમાં બેઠેલા ત્રણેય જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
જોશીમઠમાં આજે તોડવામાં આવી શકે ક્ષતિગ્રસ્ત મકાનો-હોટલો, વળતરની માગ સાથે લોકોનો વિરોધ

નવેમ્બરમાં બની હતી આવી ઘટના
આ પહેલા ગત વર્ષના નવેમ્બર મહિનામાં પણ કુપવાડાના માછિલ સેક્ટરમાં આવી ઘટના બની હતી. જેમાં હિમસ્ખલનના કારણે ત્રણ જવાન મોતને ભેટ્યા હતા. કુપવાડા પોલીસે જણાવ્યું હતું કે, અલ્મોડા પોલીસ સ્ટેશન પાસે હિમસ્ખલનની ઝપેટમાં આવવાથી 56 આરઆરના ત્રણ જવાન ડ્યૂટી દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોતને ભેટનારા જવાનના નામ સૌવિક હાજરા, મુકેશ કુમાર અને મનોજ લક્ષ્મણ રાવ હતા. ત્રણેયના મૃતદેહને 168 એમએસ દ્રુગમુલ્લા મોકલવામાં આવ્યા હતા.

જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં દર વર્ષે 2.5 ઈંચ બેસી રહી છે જમીનઃ રિપોર્ટમાં ખુલાસો

હિમસ્ખલનમાં ત્રણ જવાન થયા શહિદ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટના કુપવાડા સેક્ટરની નિયંત્રણ રેખા પાસે બની હતી. જવાનોની ટુકડી પેટ્રોલિંગ પર નીકળી હતી, ત્યારે જ બરફનો એક મોટો ભાગ તેમના પર પડ્યો હતો. સર્ચ દરમિયાન તેમને શોધીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમણે શ્વાસ છોડી દીધા હતા. સૌવિકે પહેલા જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. હાઈપરથેમિયાથી પીડિત સોવિકને નજીકની હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલા મૃત્યુ પામ્યા હતા. આ દરિયાન તેમના અન્ય બે સાથીદારો હિમસ્ખલનમાં દબાઈ જતાં મૃત્યુ પામ્યા હતા

Read Latest India News And
Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story