એપશહેર

કલમ 370 પર કોંગ્રેસમાં ભાગલા, પાર્ટી વિરોધમાં પણ નેતા બોલ્યા-ભૂલ સુધારી

Gaurang Joshi | I am Gujarat 6 Aug 2019, 12:06 am

જનાર્દન દ્વિવેદીએ કહ્યું હતું કે દેશની ભૂલ સુધરી છે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ જ્યારે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યો તો અનેક સ્થાનીક દળોએ પણ તેનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસ સદનમાં ખૂબ જ નબળી જોવા મળી હતી. જોકે, સાંજ થતાં જ પાર્ટીમાં ભાગલાં જોવા મળ્યાં હતાં. હરિયાણાના દિપેન્દ્ર હુડ્ડા, મહારાષ્ટ્રના મિલિંદ દેવરાથી લઈને સીનિયર કોંગ્રેસી જનાર્દન દ્વિવેદી સુધી અનેક નેતાઓએ અનુચ્છેદ 370ને હટાવવાનું સમર્થન કર્યું છે.હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરોદેશે સુધારી છે જૂની ભૂલઃ જનાર્દન દ્વિવેદીદીપેન્દ્ર હુડ્ડાએ તો આ અનુચ્છેદ અંગે ટ્વીટ કર્યું કે 21મી સદીમાં આની કોઈ જ જગ્યા નથી. જોકે, થોડા જ સમય પછી તેમણે ટ્વીટ દૂર કર્યું હતું. તેમણે પોતાના આ ટ્વીટની સાથે જ એક ન્યૂઝપેપરના જુના સમાચાર પણ ટ્વીટ કર્યાં હતાં. જેમાં તેમના માધ્યમથી 370 હટાવવાની હિમાયત કરવામાં આવી હતી. જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે આ સાથે જ નિર્ણયથી દેશે જૂની ભૂલ પણ સુધારી છે.21મી સદીમાં અનુચ્છેદ 370ની જરુર નહીંઃ દિપેન્દ્ર હુડ્ડાદિપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કર્યું હતું કે,’મારો વ્યક્તિગત વિચાર છે કે 21મી સદીમાં અનુચ્છેદ 370ની કોઈ જરુર નથી અને તેને હટાવવી જોઈએ. આવું માત્ર દેશની અખંડિતતા માટે જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર જે આપણા દેશનું અભિન્ન અંગ છે. તેના હિતમાં પણ છે. હવે સરકારની આ જવાબદારી છે કે તેને શાંતિ અને વિશ્વાસના વાતાવરણમાં લાગુ પાડવામાં આવે.’ હુડ્ડા ઉપરાંત પાર્ટીની સીનિયર લીડર અને સોનિયાના નજીકના કહેવાતા જનાર્દન દ્વિવેદીએ 370 હટાવવાને રાષ્ટ્રીય સંતોષ કહ્યું હતું. રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાતા મિલિંદ દેવરાએ પણ ઈશારા-ઈશારામાં સમર્થન કર્યું હતું.
મિલિંદ દેવરાએ પણ કરી ટ્વીટમિલિંદ દેવરાએ ટ્વીટ કરીને કહ્યું કે દુર્ભાગ્યથી આર્ટિકલ 370ના મુદ્દે લિબરલ અને કટ્ટરની ચર્ચામાં ઉલઝાવવામાં આવે છે. પાર્ટીઓને પોતાના વૈચારિક મતભેદોને કોરાણે મૂકીને ભારતની સમપ્રભુતા, કાશ્મીર શાંતિ યુવાઓને રોજગાર અને કાશ્મીરી પંડિતો માટે ન્યાય માટે વિચારવું જોઈએ. તે ઉપરાંત જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે રામ મનોહર લોહિયા પણ તેમના સમર્થનમાં હતાં. દ્વિવેદીએ કહ્યું કે,’મારા રાજનૈતિક ગુરુ રામ મનોહર લોહિયા શરુથી જ અનુચ્છેદ 370નો વિરોધ કરતાં હતાં. અમે લોકો સ્ટૂડન્ટ યુનિયન પણ વિરોધમાં જ હતાં. જ્યાં સુધી વ્યક્તિગત વિચાર છે તો આ હિસાબથી એક રાષ્ટ્રીય સંતોષની વાત છે.’રાયબરેલીના અદિતી પણ 370 હટાવવાના પક્ષમાંકોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે જ પાર્ટીના ગઢ મનાતા રાયબરેલીથી સાંસદ અદિતિ સિંહે પણ પાર્ટીના વલણથી વિપરીત પોતાના વિચાર પ્રગટ કર્યા હતાં. ટ્વિટર પર અદિતિ સિંહે હેશટેગ આર્ટિકલ 370 સાથે ‘યુનાઈટેડ વી સ્ટેન્ડ, જય હિંદ’ લખ્યું હતું. જેના પર એક ટ્વિટર યૂઝરે તેને સવાલ કર્યો હતો કે તમે તો કોંગ્રેસી છો. તો તેમણે જવાબમાં લખ્યું હતું કે,’હું એક હિંદુસ્તાની છું.’અસમથી રાજ્યસભા સાંસદે છોડ્યો કોંગ્રેસનો સાથજનાર્દન દ્વિવેદી અને મિલિંદ દેવરાના અલગ વલણ વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો. અસમથી પાર્ટીના રાજ્યસભા સાંસદ ભુવનેશ્વર કલિતાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. નોંધનીય છે કે આ પહેલા ગાંધી પરિવારના નજીકના મનાતા સંજય સિંહ રાજ્યસભામાંથી રાજીનામું આપીને બીજેપી જોઈન કરી ચૂક્યાં છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ બીજેપી જોઈન કરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો