એપશહેર

પુલવામા અટેક: શહીદના પરિવારની દયનીય સ્થિતિ, ઘર ચલાવવા પત્ની શાકભાજી વેચવા મજબૂર!

મિત્તલ ઘડિયા | Navbharat Times 15 Feb 2020, 12:51 pm
સિમડેગાઃ ગઈકાલે એટલે કે 14 જાન્યુઆરીએ આતંકવાદીઓએ પુલવામામાં CRPFના જવાનો પર હુમલો કર્યો તેને એક વર્ષ થયું. દેશવાસીઓએ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. આ વચ્ચે ઝારખંડના સિમડેગાથી એક એવી તસવીર સામે આવી છે, જે પૂરા દેશની અર્થ વ્યવસ્થાને શરમમાં મૂકી દે તેવી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: #पुलवामा हमले में शहादत की ये कैसी तस्वीर, शहीद की पत्नी सड़क पर बेच रही हैं सब्जियां*#झारखंड#सिमडेगा#PMModi #PulwamaAttack#PulwamaTerrorAttack #PulwamaNahinBhulenge #Pulwama @ajitanjum @chitraaum @scribe_prashant @narendramodi pic.twitter.com/VwOsIysdb3 — Dhananjay Mandal (@dhananjaynews) February 14, 2020 ઝારખંડના ગુમલા જિલ્લાના વિજય સોરંગ, જે પુલવામા હુમલામાં દેશ માટે શહીદ થી ગયા, તેમનો પરિવાર ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે. શુક્રવારે તેમની પત્ની વિમલા દેવીની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે રસ્તા પર બેસીને શાકભાજી વેચી રહી હતી. શહીદની પત્નીની આ તસવીરને એક સોશિયલ મીડિયા યૂઝરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ટેગ કરતાં ટ્વીટ કરી. જે બાદ હેમંત સોરેને આ અંગેની જાણકારી મેળવી હતી અને સિમડેગા જિલ્લા તંત્રને તાત્કાલિક શહીદના પરિવારને મદદ કરવા માટે આદેશ આપ્યા હતા. .@dc_simdega शहीद देश की धरोहर होते हैं। कृपया इनकी हर सम्भव मदद करते हुए ज़रूरी सभी सरकारी योजनाओं का लाभ जल्द से जल्द पहुँचाते हुए सूचित करें। ध्यान आकृष्ट कराने के लिए बहुत बहुत धन्यवाद प्रशांत भाई। सरकार की तरफ़ से इन्हें हर सम्भव मदद की जाएगी। https://t.co/JDat37k9Ry — Hemant Soren (@HemantSorenJMM) February 14, 2020 મુખ્યમંત્રીએ સિમડેગાના ડેપ્યુટી કમિશનરને ટેગ કરીને લખ્યું છે કે, ‘શહીદ દેશની ધરોહર હોય છે. તેમના પરિવારને દરેક પ્રકારની મદદની સાથે સરકારી યોજનાઓનો લાભ તાત્કાલિક આપો’.
મુખ્યમંત્રી તરફથી આદેશ મળતા જ જિલ્લાના અધિકારીઓ કામે લાગી ગયા હતા અને થોડા જ સમયમાં જવાબ આપતા ડેપ્યુટી કમિશનરે મુખ્યમંત્રીને જણાવ્યું કે, ‘સર જિલ્લા તંત્ર તરફથી શહીદના પરિવારને દરેક પ્રકારની શક્ય મદદ આપવાની પહેલ કરવામાં આવી રહી છે. શુક્રવારે સવારે જ જિલ્લાના અધિકારીઓએ શહીદના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા’. सर जिला प्रशासन की ओर से हर संभव मदद देने की पहल शहीद के आश्रितों को देने की पहल की जा रही है। आज सुबह ही अनुमंडल पदाधिकारी, सिमडेगा तथा प्रखंड विकास पदाधिकारी, सिमडेगा ने शहीद के आश्रितों के घर जाकर उनसे मुलाकात तथा उनका हालचाल लिया। pic.twitter.com/1ptOOlHIoq — DC SIMDEGA (@dc_simdega) February 14, 2020 ઝારખંડના તે સમયના મુખ્યમંત્રી રઘુવર દાસે હુમલાના બે દિવસ પછી એટલે કે 16 જાન્યુઆરી 2019ના રોજ એક મહિનાનું વેતન આપવાની જાહેરાત કરી હતી. તેમના મંત્રીઓએ પણ આ વાત કહી હતી. જો કે રઘુવર સરકાર જતી રહી અને સાથે જ તેમના વાયદા પણ. કોરોનાનો કહેર! ચીનમાં મૃત્યુઆંક 1500ને પાર
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story